Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જેતપુરનો સરફરાઝ છેતરપીંડીથી ડોકયુમેન્ટ લઇને લોન ઉપર બાઇક છોડાવી વેંચી મારતો

૧૭ વાહનો કબ્જે : ઝડપાયેલ આરોપી સરફરાજ ૩૦.૪૦ લાખની લૂંટનો મુખ્ય આરોપી સાકીરનો મોટો ભાઇ : રૂરલ એસઓજી પી.આઇ. એ.આર. ગોહિલની ટીમને સફળતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૯ : શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતો સાકીર મુસા ખેડારા રૂપિયા કમાવવાની લાયમાં સોની વેપારીને લૂંટી લીધેલ જેમાં બન્ને ભાઇઓ ઝડપાયા હતાં ત્યાં તેનો ત્રીજો સફરાઝ બોગસ ડોકયુમેન્ટ કૌભાંડમાં ઝડપાયો. જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી એસઓજી પી.આઇ. એ.આર ગોહિલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ કરતી શખ્સોને પકડી પાડવા કાર્યવાહી કરતા હોય દરમિયાન બાતમી મળેલ કે જેતપુરનો શખ્સ સફરાઝ મુસા ખેરાડા ગરીબ-મજુર માણસોને વાહન લઇ આપવાની લાલચ આપી તેના ડોકયુમેન્ટ લઇ તે ડોકયુમેન્ટના આધારે ફાયનાન્સ કંપનીમાંથી .ડાઉન પેમેન્ટ ભરી વાહનો છોડાવી સસ્તા ભાવે વેચી મારતો હોય તે આધારે તપાસ કરી સફરાઝને પકડી પાડતા ઉપરોકત હકીકત મુમજબ તે વાહનો લોન ઉપર છોડાવી આપીને વવેંચી નાખતો હોવાની કબુલાત આપતા એસઓજીની ટીમે સ્પ્લેન્ડર મોટર સાયકલ નંગ૮ એટીવા મોટર સાયકલ નંગ ૮, રોયલ ઇનફીલ્ડ બુલેટ નંગ૧, મળી કુલ રૂ. ૯,૦૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ. આ કૌભાંડ પદાર્ફાશ કરવામાં એસઓજીની પીઆઇ એ.આર. ગોહિલની ટીમને સફળતા મળેલ. આ કામગીરીમાં એસઓજી પી.આઇ. એ.આર. ગોહિલ, પીએસઆઇ એચ.ડી. હીંગરોજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમીતભાઇ કનેરીયા, રણજીતભાઇ ધાધલ, નારણભાઇ પંપાણીયા, સાહિલભાઇ ખોખર, અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા કમાવવાની લાલચમાં ગેરકાયદેસર રસ્તો અપનાવી એકજ પરિવારના ત્રણ ભાઇઓ ગુન્હાહીત પ્રવૃતિમાં ઝડપાયા જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કોઇ આવા કૃત્યો ન કરે વાહનો ફાયનાન્સ કરતી કંપની પણ ડોકયુમેન્ટની પૂરતી ખરાઇ કરે જેથી કોઇ નિર્દોષ આવા ભેજાબાજ શખ્સનો ભોગ ન બને.

સફરાઝને વધુ તપાસ માટે શહેર પોલીસને સોંપી આપેલ. પોલીસે તેની સામે ગુન્હો નોંધી આગળની તપાસ ભાવેશભાઇ ચાવડાને સોંપી આપેલ. તપાસ દરમ્યાન અન્ય કેટલા વાહનો આવી રીતે બોગસ છોડાવી કૌભાંડ કર્યું છે તે બહાર આવશે.

(12:46 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST