Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ધોરાજીમાં શાંતી સમીતીની બેઠક યોજાઈ

 ધોરાજીઃ   હિન્દુ મુસ્લીમ સમાજના તહેવારો અનૂલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના અગણી ઓની ઉપસ્થિતીમાં શાંતી સમીતી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધોરાજીના પીઆઇ હકૂમતસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ લલીતભાઈ વોરા, અફરોઝભાઈ લકકડકૂટા, દિલીપભાઈ હોતવાણી, વી.વી વધાસીયા, બાસીતભાઈ પાનવાલા, હમીદભાઈ ગોડીલ કાસમભાઈ, અશોકભાઈ સોદરવા સહિતના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મૂસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા કોવિડ-૧૯ ની મહામારી અને અનલોક-૫ અને સરકારની ગાઇડલાઇન અને જાહેરનામાનો અમલ કરવા માટે બારમી શરીફ ના જૂલૂસ,ન્યાઝ સહિતના કાર્યક્રમો રદ કરાયાની જાહેરાત કરાઈ હતી. કોઈપણ લોકો દ્વારા કોવીડ અંગેની ગાઇડલાઇન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની તાકીદ કરાઈ છે. (તસ્વીર કિશોર રાઠોડ)

(12:42 pm IST)
  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST