Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ચોરવાડ પાસે બે અકસ્માતમાં યુવાન અને પ્રૌઢનું મૃત્યુ

જૂનાગઢ,તા. ૨૯: ચોરવાડ પાસે સર્જાયેલા બે અકસ્માતમાં યુવાન અને પ્રૌઢનું મોત થતા પોલીસ છકડો રીક્ષા અને ટ્રેકટર ચાલક સામે કાર્યવાહી કરી હતી.

ચોરવાડનાં ગડુ ગામ પાસેથી માંગરોળની જીજે -૧૧ વાય ૪૦૨૯ નંબરની છકડો પસાર થઇ રહી હતી.

ત્યારે ચાલક આદિલ હની સીપાઇ દીન મહમદે રીક્ષાને ખાડા રોડ પર પૂર ઝડપે ચલાવતા રીક્ષામાં પાછળથી સીટ બેસેલ ફેઝલ ઇસ્માઇલભાઇ દીનમહંદમદ (ઉવ.૧૮) નામનો યુવાન રીક્ષામાંથી ઉછળીને ફેકાય ગયો હતો.

જેમાં રોડ પર પડી જવાથી ફેઝલનું માથાનાં ભાગે ગંભીર ઇજા થવાની મૃત્યુ નિપજ્યું હતું. આ પોલીસે રીઢા વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજો અકસ્માત ચોરવાડનાં કુકસવાડા ગામ નજીક સર્જાયો હતો. જેમાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામના કાનાભાઇ ચીનાભાઇ વાળા અને તેમની પુત્રી ભારતીબેન તેમના મોટર સાયકલ પર બેસીને જઇ રહ્યા હતા.

ત્યારે કુકસવાડા ગામે વાણીયાવાવ પાસે જીજે ૧૧ ડબલ્યુ ૫૭ નંબરના ટ્રેકટર ચાલક કલ્પેશ કાનાભાઇ સોલંકીએ તેમનુ ટ્રેકટર આજુબાજુમાં જોયા વગર રિવર્સમાં હંકારી કાનાભાઇ વાળાના મોટર સાયકલને ઠોકર લગાવી દીધી હતી. જેના કારણે પિતા-પુત્રી ફંગોળાય ગયા હતા.

આ અકસ્માતમાં કાનાભાઇનું છાતી તેમજ શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજા થવાની મૃત્યુ નિપજ્યું હતું. બંને અકસ્માતની તપાસ ચોરવાડનાં પી.એસઆઇ કે.બી લાલકા ચલાવી રહ્યા છે.

(12:37 pm IST)