Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કચ્છનાં આડેસરમાં ઘરફોડ ચોરી-લુંટના ગુન્હામાં ર શખ્સોની ધરપકડ

ભુજ-જામનગર, તા., ર૯: પોલીસ મહા નીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેનજ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુવૃ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉનાઓની સુચના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ગોહીલ તથા પો.સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન ગઇકાલ તા.ર૭-૧૦-ર૦ર૦ના રોજ પો.સબ ઇન્સ. વાય.કે.ગોહીલ તથા પો.સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સણવા ગામ પાસે આવતા સાથેના પો.કોન્સ. વિષ્ણુદાન ગઢવી તથા કાંતિસિંહ રાજપુત નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગાગોદર તેમજ પલાસવા ગામે ચોરી થયેલ અને ડેડરવા રોડ ઉપર થયેલ લુંટના બનાવના આરોપીઓને ઝડપી પાડેલ છે.

પોલીસે સુરેશ મોહન અખિયાણી (કોલી) ઉ.વ.૩પ રહે.મુળ ગામ પલાસવા તા. રાપર હાલ રહે. સણવા વાડી વિસ્તાર તા.રાપર પ્રવિણ જોધા ભુત (કોલી) ઉ.વ.૩૪ રહે. મુળ ગામ પીછાણા (બાદલપર) તા.રાપર હાલ રહે. આનંદનગર (નવુગામ) તા. રાપરની રૂ. ૮.૦૩.પપ૪ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

પકડાયેલ ઇસમો દિવસના સમયે બંધ મકાનને લક્ષ બનાવી ઘરફોડ કરવાની ટેવવાળા છે. મજકુર ઇસમો ઉપર અગાઉ પણ અનેક ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ છે અને તે ગુન્હાઓમાં પકડાઇ ગયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારી

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ગોહીલ તથા પો.હેડ કોન્સ્ટેબલ ધ્રુદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ. બલભદ્રસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા હકુમતસિંહ જાડેજા  તથા વિષ્ણુદાન ગઢવી તથા કાંતીસિંહ રાજપુત તથા વિજયસિંહ ઝાલા તથા ભરતજી ઠાકોર તથા ગાંડાભાઇ ચૌધરી વિગેરેનાઓ સાથે રહેલ છે.

(11:38 am IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST