Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જીલ્લા પોલીસ વડા બલરામ મિણા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૯ : રાજકોટ જીલ્લા પોલિસ વડા બલરામ મિણા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજયો હતો અને પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સપેકશન કર્યું હતું.

જીલ્લા પોલીસ વડા બલરામ મિણાએ સૌ પ્રથમ આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પરેડ અને સલામી લઇ લોક દરબારમાં ઉપસ્થિત સરપંચો અને આગેવાનોને કોરોના મહામારીમાં પોલીસની કામગીરી અને ગ્રામજનોએ કોરોનાથી બચવા કેવા પગલા ભરવા તેની સમજણ આપી હતી.

આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.પી. મેતા દ્વારા  બલરામ મીણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  લોક દરબાર બાદ એસ.પી.દ્વારા તેમજ આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.

એસ.પી.દ્વારા ઉપસ્થિત આગેવાનો અને જુદા-જુદા ગામના સરપંચોને કોઇ પ્રશ્નો હોય તો કહેવા જણાવ્યું હતું પરંતુ દરેકે સ્થાનિક પી.એસ.અઇા. કે.પી. મેતાની કામગીરી યોગ્ય હોઇ કોઇજ પ્રશ્નો ન હોવાનું જણાવ્યું હતું.

(11:37 am IST)