Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગોંડલમાં જમાઇના આપઘાત કેસમાં બે આરોપીના આગોતરા મંજૂર અને અન્ય બે-ના જામીન મંજૂર

રાજકોટ,તા. ૨૯: ગોંડલમાં જમાઇને આપઘાતની ફરજ પાડવાની ગુન્હામાં બે આરોપીઓના આગોતરા જામીન અરજી તથા બે આરોપીઓના રેગ્યુલર જામીન મંજૂર કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ કામમાં પોલીસ કેસની ટુંકી વિગત એવી કે ફરીયાદી રમાબેન વિનોદભાઇ પોરીયાએ ગોંડલ સીટી પોલીસમાં પોતાના દિકરા કુલપદીપે તા. ૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૬:૩૦ના અરસમાં પોતાના ઘરે રામજીમંદિર ચોક ગોંડલ ખાતે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તથા તેણે લખેલ અને સ્યુસાઇડ નોટ ફરીયાદીને મળતો તેમાં તથા ફરીયાદમાં કરેલ આક્ષેપો પ્રમાણે ગુજરનાર કુલદીપના પત્ની અક્ષીતા કે જે રાજકોટ એફ.એસ.એલમાં નોકરી કરે છે. તે તથા તેના સાસુ નીશાબેન (સરકારી શાળાના શીક્ષક) તથા તેના સસરા વિરેન્દ્રભાઇ (એજી ઓફીસના કર્મચારી) તથા તેનો સાળો મૃદિત (સચીવાલય ગાંધીનગરના ડી.વાય.એસ.ઓ.) તથા અન્ય એક સગા કે જે વકીલ છે તે તથા અન્ય એક સગા કમલનયર સોલંકી વિગેરે સાસરીયાઓએ મરનાર કુલદિપ માનસીક ત્રાસ આપી તથા ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી તથા આરોપી નં.૧ને અન્ય આરોપીઓને ચડામણી કરી કુલદીપને મરવા મજુબર કરતા તેના કારણે કુલદીપે આત્મઘાત કરી લીધેલ વિગેરે આક્ષેપો કરવામાં આવેલ.

આ સબંધે પોલીસ આઇ.પી.સી. કલમ ૩૦૬,૧૧૪ અન્વયે ગુનો નોંધી આરોપી આક્ષીતાબેન, વિરેન્દ્રભાઇ તથા નીશાબેનની ધરપકડ કરી જેલ હવાલે કરેલા તથા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ આદેરલ હતી. જેથી પોતાની સંભવિત ધરપકડ સામે આ કામના બે આરોપીઓ પૈકી મરનારના સાળા મૃદિત વિરેન્દ્રભાઇ ચોટલીયા તથા તેમના સગા એડવોકેટ કૌશીકભાઇ ટાંકને ગોંડલ સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત આગોતરા જામીન  અરજી કરેલી. તેમજ જેલમાં રહેલ આરોપીઓ પૈકી મરનારના સસરા વિરેન્દ્રભાઇ તથા સાસુ નીશાબેને પણ પોતાના વકિલ રૂપારાજસિંહ માફરતરેગ્યુલર જામીન પર છુટવા અરજી કરેલ છે.

આ ચારેય આરોપીઓની જામીન અરજી ગોંડલ એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલની વિગતવારની રજુઆતો તથા આરોપી તરફે રજુ થયેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તથા મુળ ફરીયાદી તરફેથી લેખીત રજુઆતો તેમજ સરકારશ્રી તરફેની રજુઆતો એમ તમામ પક્ષોની રજુઆતો ધ્યાને લઇ ગોંડલના એડી. સેશન્સ જજ શ્રી એચ.પી. મહેતાએ ઉપરોકત બે આરોપીઓના આગોતરા જામીન તથા બે આરોપીઓના રેગ્યુલર જામીન એમ ચારેય આરોપીઓના જામીન મંજુર કરેલ છે.

આ કામે તમામ આરોપીઓ વતી જામીન અરજીમાં રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, તથા ભરત સોમાણી તથા ગોંડલના એડવોકેટ શૈલેષ એન. ભટ્ટી તથા નેહાબેન નાગરીયા રોકાયેલ હતા.

(11:35 am IST)