Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ફરેણી રોડ પરના ખેડૂતોનો અનોખો વિરોધ

ભાદર ૧ની કેનાલ ખુદ ખેડૂતોએ સફાઈ કરી

 ધોરાજી,તા.૨૯: ફરેણી રોડ ખાતે ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો અને રવિ પાક માટે ખેડૂતોને વહેલી તકે પાણી આપોને સુત્રોચ્ચાર કર્યા હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના ફરેણી રોડ ખાતે ભાદર -૧ કેનાલ આવેલી છે ત્યાં ખેડૂતો ભેગા થયા હતા અને રવિ પાક માટે કોઈપણ જાતના ચાર્જ લીધા વગર પાણી  આપો ના સુત્રોચ્ચાર પોકાર્યા હતા તેમજ ભાદર એક કેનાલ ની અંદર વધુ પડતો કચરો જોઈ ખેડૂતોએ પણ ગાંધીગીરી દર્શાવી અને કેનાલને જાતે જ સરકાર સાફ કરે એ પહેલાં જ ખેડૂતોએ કેનાલને સાફ કરી બતાવી હતી અને ખેડૂતોને તાત્કાલિક રવિ પાક માટે પાણી આપે તે બાબતે પણ સૂત્રોચાર સાથે માગણી કરી હતી.

(11:32 am IST)