Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મોટી પાનેલીમાં ખારચીયા રોડ ઉપર કાર-રિક્ષા વચ્ચે અકસ્માત : મહિલા -બાળકને ઇજા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૨૯:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખારચીયા હાઇવે પર સાંજના છ વાગ્યાના સમયે ઉપલેટા તરફ જતી સ્વીફ્ટ કાર સાથે સામેથી આવતા સીએનજી ડેટકો રીક્ષા સાથે જોરદાર ટક્કર થતા નવેનવી સ્વીફ્ટ કારનો આગળના બોનેટ તેમજ બમ્ફર નો બુકડો બોલી ગયો હતો.

મોટી પાનેલીના મુસ્લિમ પરિવાર રમજુ હાસમભાઇ સફિયા પોતાની નવી ગાડી સ્વીફ્ટ કાર GJ03 5602 લઈને ઉપલેટા પરિવાર સાથે જતા હતા ત્યાં ખારચીયા ગામની આ બાજુ સામેથી રબારીકા ગામના વલ્લભભાઈ મકવાણા રીક્ષા ચાલક પોતાની નવીજ લીધેલી ડેટકો રીક્ષા GJ03 1672 લઈને પાનેલી તરફ આવતા હતા તે દરમિયાન બન્ને વાહન સામસામે આવી જતા બન્ને વચ્ચે જોરદાર ટક્કર થયેલ જેમાં સ્વીફ્ટ કરમાં બેઠેલા રમજુભાઈના પત્ની તથા બાળકને સામાન્ય ઇજા પહોંચી જયારે રીક્ષા ચાલકને કોઈ ઇજા થઇ ન હતી સ્વીફ્ટ કારનેં આગળના ભાગે મોટી નુકશાની આવેલ છે જયારે રીક્ષામાં પણ નુકશાન થયેલ છે બનાવની જાણ થતા પાનેલી ઉપ સરપંચ બધાભાઇ ભારાઈ સ્થળ પર પહોંચી ગયેલ અને પોલીસનેં જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(11:27 am IST)