Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જામનગરમાં 'સતર્ક ભારત સમૃધ્ધ ભારત' અંતર્ગત શપથ

 જામનગર : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નેહરૂ યુવા કેન્દ્વ જામનગર દ્વારા તા.૨૭-૧૦-૨૦૨૦થી તા.૦૨-૧૧-૨૦૨૦ દરમિયાન સતર્ક ભારત સમૃદ્ઘ ભારત વિષય અંતર્ગત સતર્કતા સપ્તાહની ઉજવણીની શરૂઆત કાર્યાલયમાં અધિકારી/કર્મચારીઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવકો દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જામનગર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં સતર્કતા શથપના બેનરમાં તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા સહીઓ કરી પોતાની પ્રતિબદ્ઘતા દર્શાવી હતી. આજ રીતે જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં પણ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારની કચેરી ખાતે બેનર મૂકી સતર્કતા શપથ માટે સહી જુંબેશ કરવામાં આવશે. આ બેનર તા.૦૨-૧૧-૨૦૨૦ સુધી લગાવેલુ રહેશે તથા અધિકારીઓ / કર્મચારીઓ તથા જાહેર જનતાને સતર્કતા જાગૃતિમાં સહયોગ આપવા આહવાન કરેલ છે. આમ https://pledge.cvc.nic.in લિંકના માધ્યમથી શપથ લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે તેમ જિલ્લા યુવા સંયોજક નેહરૂ યુવા કેન્દ્વ જામનગરની યાદીમાં જણાવાયું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:22 am IST)