Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગોહિલવાડમાં તરખાટ મચાવનાર ચીકલીકર ગેંગ ઝડપાઇ

મહિલા સહિત ૪ની રૂ.પ.પ૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : ૩૩ ચોરીઓનો ભેદ ઉકેલાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૯ : ભાવનગર શહેર-જીલ્લામાં તરખાટ મચાવનાર કુખ્યાત ચીકલીકર ગેંગના મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસે રોકડ, ઘરેણા મળી કુલ રૂ. પ.પ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ૩૩ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

ભાવનગર એલ.સી.બી.ના સ્ટાફે પૂર્વે બાતમીને આધારે શહેરના હાદાનગર વિસ્તારમાંથી ર બાઇક નંબર જીજે-૦૧-એમબી-ર૮પ૪ અને જી.જે.-૪-ડી.ડી.-૧૬૪૪ પર જઇ રહેલા મહિલા સહિત ૩ શખ્સોની શંકાના આધારે તલાશી લેતા આ શખ્સો પાસેથી રોકડ, દાગીના અને મોબાઇલ સહિતની વસ્તુઓ મળી આવતા જ અંગેની પૂછપરછમાં યોગ્ય ખુલાસો નહિ આપતા ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરી તેના નામ-સરનામાઓ માંગ્યા હતા. જેમાં આ શખ્સો પૈકી રામસીંગ અર્જુનસીંગ બાવરી (ઉ.વ.રર, રહે. સ્વપ્ન સુષ્ટિ સોાસયટી આમતોલ જકાતનાકા ભાવનગર), પ્રતાપસીંગ મનજીતસીંગ દુધાળી (ઉ.વ.ર૦ રહે. ખાડી તલાવડી, વાસીયા વડોદરા) અને જયોતિ કૌર અર્જુનસીંગ બાવરી (ઉ.વ.૩પ, રહે. સ્વપ્ન સુષ્ટિ સોસાયટી જકાત નાકા, ભાવનગર) હોવાનું અને કબ્જે કરેલ વસ્તુઓ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા એલ.સી.બી. પોલીસે રૂ. ૧પ૦૯૭૪ રોકડા, ૧૯૮૪૪૦ની કિંમતના સોનાના અને રૂ. ૧૧૧૦૦૦ની કિંમતના ચાંદીના દાગીના, ર બાઇક, મોબાઇલ ફોન, ઘડીયાળો સહિતની વસ્તુઓ મળી કુલ રૂ. પપ૪૯૬૪નો મુદામાલ કબ્જે કરી ચારેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઝડપાયેલ ચીકલીકર ગેંગએ ભાવનગરની ૩૩ ચોરીઓ કબુલી છે અને તેના રીમાન્ડ દરમ્યાન વધુ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાવાની શકતા જણાઇ રહી છે. આ ગેંગને ઝડપી લેવામાં એલ.સી.બી.ના પી.આઇ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઇ. એન.જી. જાડેજા તથા સ્ટાફના માણસો જોડાયા હતાં.

યુવાનનો ગળાફાંસો  ખાઇ આપઘાત

ભાવનગર શહેરના રૂવાપરી રોડ લેપ્રેસી કોલોનીમાં રહેતો અને છુટક મજુરી કરી પરિવારનું ગુજરાત ચલાવતો ગોવિંદભાઇ પંડીતભાઇ વસાવા ઉ.વ.૩૦ને છેલ્લા કેટલાય સમયથી કોઇ કામ ન મળતા બેકારીથી કંટાળી જઇ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:04 am IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST