Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જેતપુરમાં 30 લાખની લૂંટમાં ઝડપાયેલ બે સગાભાઇઓ બાદ ત્રીજો ભાઈ બોગસ ડોક્યુમેન્ટ બનાવી લોન પર વાહનો લઈને વેચી નાખવાના ગુનામાં ઝડપાયો

જેતપુરમાં રૂ. 30.40 લાખની લૂંટમાં બે સગા ભાઈઓને ઝડપી લીધા બાદ ત્રીજા ભાઈને  બોગસ ડોક્યુમન્ટ બનાવી વાહનો લોન ઉપર છોડાવી વહેચી નાખવાના ગુન્હામાં પોલીસે ઝડપી લીધો

 મૃત લોકોના ડોક્યુમેન્ટ બનાવી તેના નામે વાહનો લોન ઉપર લઇ બીજાને વહેચી નાખતો. તેવું જાણવા મળતા  એસ. ઓ. જી. એ સરફરાઝને પકડી પૂછ પરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે 

(12:58 am IST)