Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સરકારી ઓફિસમાં સ્ટાફ હાજર નથી હોતો તેવી ફરિયાદ મળતા જિલ્લા કલેકટર દ્વારા આકસ્મિક તપાસણીના હૂકમ કર્યા

જિલ્લાની સરકારી કચેરીઓમા ગમે ત્યારે ચેકીંગ થશે કેમ કે સરકારી ઓફીસોમા લગત સ્ટાફ હાજર નથી હોતા તેવી અનેક ફરિયાદો જિલ્લા કલેક્ટરને મળી હતી જેથી કલેક્ટર નરેન્દ્ર કુમારમીના એ આકસ્મિક તપાસણીના હુકમ કર્યા છે., દ્વારકા જિલ્લામા દરિયા કિનારો વધુ હોવાથી અને ભેજ વધુ હોવાથી સુસ્તીનો માહોલ સરકારી તંત્રોમા વધુ જોવા મળે છે,અનેક કચેરીઓમા તો કર્મચારી રજા મુક્યા વગર ક્યા હાજર હોય કોને ખબર,બીજી તરફ અપડાઉન કરતા કર્મચારીઓ ખાસ કરીને પોલીસ, શિક્ષણ, પંચાયતન,મહેસુલ, આરોગ્ય વગેરે,રેવન્યુ ,વેટ વગેરે વિભાગમા વધુ હોય છે એ કાંતો મોડા આવે ને વહેલા જતા રહે અથવા કોઇ વાર જાણ કર્યા વગર આવે જ નહી,.

વળી વર્ગ ૧ અને ૨ ના જે બીજા જિલ્લાઓના છે, તેમાંથી અમુક તો બીજો ચોથો શનિવાર આવે ત્યારે જ નહી દરેક અઠવાડીયે ગુરૂવાર સાંજથી વતન તરફ જવાના મોડમા આવી જાય તો અમુક તો રજા મુકે ત્યારે વટ થી રજા જ્યારથી મુકી હોય તેનો આગલો દિવસ અને રજા પુરી થવાની હોય તેના પછીનો દિવસ વિશેષાધિકાર તરીકે રજા ભોગવી જ લે છે, કલેક્ટરે સુચના આપી છે પરંતુ ખાસ કંઇ ચેકીંગ થયુ નથી અને પેધી ગયેલાઓ તો એવી ચર્ચા કરતા હોય છે કે રોજ ક્યા ચેકીંગ થવાનુ છે? જો કે આ વખતે કલેક્ટર મક્કમ હોય ચેકીંગ કરાવ્યે જ પાર કરશે એવુ લાગે છે, આવી જ સ્થિતિ જામનગર શહેર અને જિલ્લાની અમુક કચેરીઓની છે જેની વિગતો પણ સાંપડતી રહી છે.

(12:36 pm IST)