Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઉનામાં મંદી ટાણે પ્રજા ઉપર લાઇટ તથા ગટર વેરાનો વધારાનો બોજો હાલ ન નાખવા રજૂઆત

 ઉના તા. ર૯ :.. હાલ ભયંકર મંદિમાં નગરજનો ઉપર આકરો દિવા બતી વેરો ત્થા ગટર વેરાનો બોજો ન નાખવા રજૂઆત કરવામાં આવી છે.

શહેરની નગરપાલીકાની હદમાં રહેતા નગરજનો ઉપર ઉના નગરપાલીકા દ્વારા આવતા મહિનાઓમાં દિવા બની કર ઘર દીઠ અંદાજીત ૧૦૦ રૂપિયા તથા ગટર વેરો કનેકશન ચાર્જ સહિત વાર્ષિક વેરોની ઉંચી રકમ વસુલ કરવા ઉના નગરપાલીકા દ્વારા વિવિધ અખબારોમાં જાહેરનામુ બહાર પાડી વાંધા સુચનો મંગાવેલ છે ત્યારે રસીકભાઇ  ચાવડાએ ઉના નગરપાલીકાનાં ચીફ ઓફીસરને રજૂઆતમાં શહેરમાં રહેતા પ૦ હજારથી વધુ નગરજનો આર્થિક રીતે પછાત છે. હાલ ધંધા-વેપારમાં મંદિ છે. આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યો છે. હાઉસ ટેક્ષ, સફાઇ વેરો, પાણી વેરો, શિક્ષણ વેરો ભરતા કમર તુટી જાય છે. જે વધુ નગરજનોને આકરો ડામ આપવા જાહેરનામુ બહાર પાડેલ હોય તે હાલ પુરતો મુલતવી રાખવો અને થોડા વરસો પછી નજીવી રકમનો વેરો શરૂ કરવો લાંબા સમય સુધી ન વધારવા માંગણી કરી છે.

ભુર્ગભ ગટરનું કામ પુરૂ થઇ ગયુ છે. સમગ્ર શહેર તથા સોસાયટીઓમાં ભુર્ગભ ગટરનાં પાણી નિકાલનું ટેસ્ટીંગ કરાયુ નથી પાણી ગટરનું નિકળશે કે કેમ તે પ્રશનો અને ભુર્ગભ ગટરમાં ઘર દીઠ જોડાણની ઉંચી રકમ વસુલ કરી દર વરસે ઉંચા કર વસુલવા તૈયારી થઇ રહી છે. તો ઉનાનાં આર્થિક પછાત નગરજનો માટે કમ્મર તોડ વેરો ભરવા સક્ષમ ન હોય હાલ મોંઘવારીમાં લોકો પોતાનું ભરણ પોષણ કરવુ મુશ્કેલ છે. મોંઘવારીમાં શિક્ષણ થી માંડી તમામ ચીજ વસ્તુ મોંઘી હોય બે-છેડા ભેગા કરી શકતો નથી. ત્યાં ગટર વેરો કયાંથી ભરી શકે તેથી ગટર વેરો ઉનાના નગરજનો પાસેથી વસુલવાની કાર્યવાહી બંધ રાખવી જોઇએ પુનઃ વિચારણ કરવા માંગણી ઉઠી છે.

(12:12 pm IST)