Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હળવદના ધારાસભ્યની ધરપકડનાં વિરોધમાં મોરબી જીલ્લાનાં કોંગ્રેસના : ધારાસભ્યોની આગેવાનીમાં પોલીસ મથકે જ પ્રતિક ઉપવાસ

મોરબી, તા.૨૯: હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની નાની સિંચાઈ કોભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા છે

ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની અટકાયતને પગલે મોરબી જીલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેમજ જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સેના દ્વારા એ ડીવીઝન પોલીસ મથક સામે ધરણા કરવામાં આવ્યા છે તો બ્રિજેશ મેરજાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસની છબી ખરાબ કરવાના બદઈરાદાથી પોલીસને હાથો બનાવીને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરાવી છે જેના વિરોધમાં મોરબી જીલ્લાના ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો વિરોધ નોંધાવવા ધરણા કરી રહ્યા છે તો લોકો વચ્ચે જઈને સરકારના આ પગલાનો વિરોધ કરવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોની કારકિર્દી ખત્મ કરવાના ભાજપે કારસા રચ્યાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

(12:06 pm IST)