Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગોંડલ સીટ પર જયરાજસિંહ પરિવાર સિવાય ભાજપ કોઇને પણ ટિકીટ આપો,અમે જીતાડીશું,ન જીતે તો હું આત્મહત્યા કરી લઇશ :જયંતિ ઢોલ

થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મોવિયા ખાતે કડવા પાટીદાર સમાજની સભામાં રીબડાના મહિપતસિંહ જાડેજા પરિવાર પર અને સહકારી આગેવાન જયંતિ ઢોલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા

ગુજરાતની ગોંડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓ વચ્ચેની લડાઇ જામી છે. થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મોવિયા ખાતે કડવા પાટીદાર સમાજની એક સભામાં રીબડાના મહિપતસિંહ જાડેજા પરિવાર પર અને સહકારી આગેવાન જયંતિ ઢોલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેનો આજે રીબડા જૂથ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો

 . ગોંડલના ભાજપ અગ્રણી અને સહકારી આગેવાન જયંતિ ઢોલે કહ્યું હતું કે જયરાજસિંહ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે હું મહિપતસિંહના ખબર અંતર પૂછવા આવ્યો હતો અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપ જયરાજસિંહ જાડેજા પરિવાર સિવાય કોઈ પણ ની ટિકિટ આપે તેવી અમે રજૂઆત કરીશું એટલું જ નહીં પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ આપે તો તેને જીત પણ અપાવીશું જો ન જીતે તો હું માનવી ચોકમાં આત્મવિલોપન કરીશ તેઓ જયંતિ ઢોલે હુંકાર કર્યો હતો.

આ અંગે જયંતિ ઢોલે માર્કેટિંગ યાર્ડ કબજે કરવા અંગેના જયરાજસિંહના નિવેદન પર કહ્યું હતું કે હું વર્ષો સુધી માર્કેટિંગ યાર્ડમાં જોડાયેલો હતો તેમ છતાં જયરાજસિંહે મને માર્કેટિંગ યાર્ડ માંથી દૂર કર્યો ત્યારબાદ ગોંડલ નાગરિક બેંકમાંથી પણ મને દૂર કર્યો અને પાંચ લાખ રૂપિયાની ઉંચાપાતનું કહીને મારી સામે ષડયંત્ર રચ્યું.

આખા વિવાદ અંગે ક્ષત્રિય સમાજ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા એ કહ્યું હતું કે અમે ભાજપમાં જ છીએ ભાજપ માટે ચૂંટણી સમયે અનેક કામો કર્યા છે અને ભાજપમાં જ રહેવાના છીએ પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને અમે મદદ કરીશું જોકે પાર્ટીને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે

આ અંગે રીબડા ઉદ્યોગિક એસોસિએશન દ્વારા કહ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે મહિપતસિંહ જાડેજા પરિવારના કારણે જ ઔદ્યોગિક વિસ્તાર સુરક્ષિત છે અને ઉદ્યોગોનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે કોઈપણ પ્રકાર ની કનળગત કરવામાં આવતી નથી

(7:27 pm IST)