Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વેરાવળ જૈન સમાજની રેલી

જર્મની સરકારે ૧૭ મહીનાની દીકરીને માતા પિતા થી દુર કરતા ભારત પરત લાવવા સાથેની માંગણી

વેરાવળ, તા.૨૯:  જૈન સમાજ દ્રારા ધંધારોજગાર બંધ રાખી મૌન રેલી કાઢી હતી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપેલ હતું.

જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહીનાની માસુમ દીકરી અરીહાને માતા પિતાથી દુર પોસ્‍ટકેરમાં મુકી દીધી હોય તેને પરત લાવવા માટે મોટી સંખ્‍યામાં જૈન સમાજના પરીવારો ઉમટી પડેલ હતા રેલ્‍વે સ્‍ટેશન રોડ ઉપર આવેલ જૈન દેરાસરથી પ્રાંત અધિકારી કચેરી સુધી પગપાળા મૌન રેલી કાઢી આવેદન પત્રમાં જણાવેલ હતું કે ખોટી રીતે નાની બાળકીને માતા પિતાથી જુદી રાખવી તેવો કોઈ અધિકારી જર્મન સરકારને નથી કાયદા મુજબ બાળકીને પોતાના દેશમાં આવવાનો અધિકાર છે ભારત સરકાર દ્રારા તાત્‍કાલીક બાળકીને પરત લાવવામાં મદદ કરે અને નિવેડો લાવે તેવી માંગ કરેલ હતી.

(4:18 pm IST)