Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમરેલી જીલ્લામાં પરેશ ધાનાણીની આગેવાનીમાં ભાજપ સરકારમાં મોંઘવારી બેરોજગારી જેવા અનેક પ્રશ્‍નો સામે કોંગ્રેસે પત્રિકાનું વિતરણ કર્યું

સાવરકુંડલા-અમરેલી : કોંગ્રેસ પક્ષે આપેલા આઠ વચનો ની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે અમરેલી જીલ્લામાં પરેશ ધાનાણીની આગેવાનીમાં ભાજપ સરકાર સામે પ્રહારો કરાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રૂપિયા ૫૦૦માં ગેસ સિલિન્‍ડર દસ લાખ સુધીની મેડિકલ સારવારᅠ ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ નું દેવું માફ ગુજરાતની દસ લાખ યુવક યુવતી ઓ માટે સરકારી નોકરી ભરતીᅠ તેમજ કોરોમાં મૃત્‍યુ પામેલ પ્રત્‍યેક વ્‍યકતિને ૪ લાખની સહાયᅠ ૩૦૦૦ અંગ્રેજી માધ્‍યમની સ્‍કૂલો દીકરી ઓ માટે kg થી P G સુધી મફત શિક્ષણᅠ આપવાની કોંગ્રેસ ની જાહેરાત વાળી પત્રિકા નું વિતરણ કરવા માં આવેલ હતું તેમજ ભાજપ સરકાર માં આજનો સમય એ કપરો છે આમિર હોય કે ગરીબ વ્‍યક્‍તિ સરકાર ની નીતિઓના કારણે ક્‍યાંકને ક્‍યાંક હેરાન થઈ રહ્યો છેᅠ એક સમય નો ગુજરાત ની વિશાળ મધ્‍યમ વર્ગ આજે પોતા નું ગુજરાન ચલાવી શકવા ની સ્‍થિતિ પણ નથી મોંઘવારી બે રોજગારી વધતી જતી નિરાશા અને સરકારના ઉદાસીન વલણના લીધે સ્‍થિતિ દિવસે ને દિવસે વલસી રહી છે આર્થિક સંકમણના કારણે સામુહિક અને વ્‍યક્‍તિગત આત્‍મ હત્‍યાઓ વધી રહી છે. ત્‍યારે ગુજરાતની જનતાની મુસીબત માંથી છોડાવવા કોંગ્રેસ પક્ષે ગુજરાત ની જનતાના હિત માટે અને સરળતા માટે પત્રિકાનું ઘેર ઘેર અને ઠેક ઠેકાણેᅠ વિતરણ કરવા માં આવેલ હતું. ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાંણી. અમરેલી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન દોડાગાર વિગેરે કોંગ્રેસી કાર્યકરો જોડાયેલ હતા.

(1:47 pm IST)