Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

બાબરાના બળેલ પીપળીયાની મંડળીમાં ઉચાપત કરનાર સામે ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯ : બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામે આવેલ સેવા સહકારી મંડળીમાં તા.૧/૪/૨૦૧૮ થી તા.૩૧/ ૩/૨૦૨૨ દરમિયાન મંત્રી સ્‍વ.દિલીપભાઇ વલ્લભભાઇ સોરઠીયા રહે.અમરેલીએ મંત્રી તરીકેના હોદાનો દુરપ્રયોગ કરી તેના હસ્‍તકના રોજમેળ તથા પાકઘિરાણની રકમ મળી કુલ રૂા.૯૯,૧૫૧.૨૨ ની ઉંચાપાત કરી શોપકીપર વિજયભાઇ કિશનભાઇ કુબાવત રહે.બળેલ પીપરીયાવાળાએ હોદાનો દુરપ્રયોગ કરી અલગ અલગ પ્રકારના ખાતરની થેલી નં.૧૯૦૩ રૂા.૧૩,૭૪,૮૭૨.૭૮ નું વેચાણ કરી નાણા મંડળીમાં જમા નહિં કરાવી ઉંચાપાત કર્યાની નાથાભાઇ મોહનભાઇ દુધાતે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

ધારી તાલુકાના ગીગાસણ ગ્રામ પંચાયત ઓફીસની બહાર કુબડા ગામના મહેશભાઇ છનાભાઇ લુહાર ઉ.વ.૩૦ની જમીન શિવડ ગામે લાડકી નદીના કાંઠે બે હેકટર જેટલી જમીન આવેલ હોય જે જમીનમાં ગેરકાયદેસર દબાણો હોય જેથી તેમણે લેન્‍ડ ગ્રેબીગની અરજી કલેકટરને આપેલ જેની તપાસ ચાલુ હોય તેનુ મનદુઃખ રાખી મહેશભાઇ જમીન મહેસુલ ભરવા ગીગાસણ ગ્રામ પંચાયતમાં ગયેલ ત્‍યારે શિવડ ગામના ચંપુભાઇ દેવકુભાઇ મકવાણાએ મહેશભાઇ અનુસુચીત જાતીનાચહોવાનુ જાણવા છતા ધમકી આપ્‍યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આપઘાત

તાલુકાના ફતેપુર ગામે રહેતા સંજયભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.૩૦ માનસીક બિમારીથી પીડાતા હોય જેથી પોતાના ઘરે સ્‍લેબના હુંક સાથે ચાદર બાંઘી પોતાનીમેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું શેૈલેષભાઇ મકવાણાએ અમરેલી તાલુકા પોલીસમાં જાહેર કરેલ છે.

(1:47 pm IST)