Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધ્રોલમાં મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા ૮૦ વર્ષથી બાળાઓ માટે રાસ ગરબા

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા.,ર૯ : ધ્રોલ ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા આશરે ૮૦ વર્ષથી બાળાઓ દ્વારા રાસ-ગરબાનું આયોજન  કરવામાં આવે છે. આ નવરાત્રી પર્વની ઉજવણી મહાલક્ષ્મી માતાજીના મંદીરના પુજારીના કુટુંબના સભ્‍યો તેમજ લતાવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ખાતે ભાગ લેતી બાળાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાઓ લેવામાં આવે છે. આ પ્રસંગે બાળાઓને પ્રસાદી તથા લાણી વિતરણ સ્‍મીતાબેન એચ.કંસારા દ્વારા કરવામાં આવેલ. તેમજ શ્રી મહાલક્ષ્મી માતાજીના ભકતો દ્વારા બાળાઓ માટે પ્રસાદ તથા લાણી વિતરણ કરવામાં આવે છે.

(1:40 pm IST)