Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દ્વારકામાં ઓલ ઇન્‍ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર તથા નેશનલ એસોસીએશન ઓફ ટેકસ પ્રોબેશનલ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરની કોન્‍ફરન્‍સ

ખંભાળીયા તા.ર૯ : દ્વારકામાં લેમનટ્રી હોટલના  કોન્‍સફરન્‍સ હોલ ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરની કોન્‍ફરન્‍સનું આયોજન આગામી તા.૧/ર ઓકટોબરના કરવામાં આવ્‍યું છે.

કરવેરાને લગતા આ રાષ્‍ટ્રીય સેમીનારમાં પ્રથમ દિવસે તા.૧/૧૦/રર ના રોજ સવારે રજીસ્‍ટ્રેશન થશે તથા કાર્યક્રમની શરૂઆત થશે જેમાં પ્રથમ સત્રમાં ડાયરેકટ ટેકસ રી એસેસ મેંટ અંગે સી.એ. એચ.પદમચંદ્રખીયા દ્વારા વકતવ્‍ય આપવામાં આવશે તથા બીજા સત્રમાં ઇન્‍ડાયરેકટ ટેકસના સંદર્ભમાં કોર્ટના ચુકાદાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે જેમાં વકતા તરીકે એડવોકેટ નીકીતા બધેકા તથા એડવોકેટ ઉચીત શેઠ રહેશે ત્‍યાર પછી એન.ઇ.સી.મીટીંગ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ થશે.

બીજા દિવસે ત્રીજા સત્રમાં ડાયરેકટર ટેકસ સેકશન ૧૯૪ આર અંગે એડવોકેટ સૌરભ સોપારકટનું વકતવ્‍ય તથા ઇન્‍ડાયરેકટ ટેકસ તથા ઇન્‍પુટ ટેકસ ક્રેડીટ અંગે એડવોકેટ પંકજ ઘીયા, એડવોકેટ જે.કે. મિત્તલ તથા સી.ઓ. રોહીણી અગરવાલના વકતવ્‍યો થશે.

દ્વારકામાં રાષ્‍ટ્રીય સ્‍તરે યોજાનાર આ કાર્યક્રમમાં સરકારના નાણા વિભાગ તથા કરવેરા વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

દ્વારકા જિલ્લાના જાણીતા ટેકસ પ્રેકટીશનર મહેશભાઇ પાંઉ તથા તેમની જિલ્લાની ટીમ આ સેમીનાર સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે તથા ઓલ ઇન્‍ડીયા ટેકસ પ્રેકીટશનર એસો. તથા નેશનલ ટેકસ પ્રેકટીશનર યુનિયનના હોદેદારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

(1:39 pm IST)