Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉનાના હોતચંદભાઇની લાડી લોહાણા સિંધી પંચાયતના ઉપાધ્‍યક્ષ પદે વરણી

મહા ઉપસચિવ પદે સુનીલભાઇ મુલચંદાણીની નિમણૂંક

ઉના તા.૨૯: અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયતનો ઉપાધ્‍યક્ષ તરીકે હોતચંદભાઇ સોમજાણી તથા મહા ઉપસચિવ તરીકે સુનીલભાઇ મુલચંદાણીની વરણી કરવામાં આવી છે.

ઉના મુકામે અખિલ ભારતીય લાડીલોહાણા સિંધી પંચાયતનું ૩૯મું રાષ્‍ટ્રીય અધિવેશન ઉનામાં મળેલ હતું જેમાં સમગ્ર ભારત ભરમાંથી સિંધી સમાજનાં આગેવાનો પધારેલ હતાં.

આવનારા વર્ષે માટે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે ઘનશ્‍યામદાસ દેવનાણી ચુંટાયા હતા અને ઉનાના વેપારી આગેવાન હોતચંદભાઇ (પપ્‍પુભાઇ) સોમજાણીની ઉપાધ્‍યક્ષ તરીકે તથા મહાઉપસચિવ તરીકે સુનીલભાઇ મુલચંદાણીની નિમણંૂક કરી ઉના તથા ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

(4:18 pm IST)