Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોડી રાત્રે જામકંડોરણા રોડ પર બે વાછરડીનું મારણ કર્યુ

ગોઁડલ પંથકને ઘમરોળી રહેલા સિંહે ચોરડી અને પાટીદડની સીમમાં દેખા દીધી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯ : ગોંડલ પંથકમાં આવેલ સિંહ સાંજ ના સમયે ચોરડી અને પાટીદડની સિમમાં દેખાયો હતો ૫ દિવસથી ગિર વિસ્તારનો સિંહ ગોંડલ અને જેતપુર પંથકની અલગ અલગ સિમમાં જાવા મળે છે ફોરેસ્ટ વિભાગ સતત દેખરેખ રાખી રહ્નાં છે સિંહને સામાન્ય ઇજા થઈ હોવાનું ફોરેસ્ટરો જણાવી રહ્ના છે ગોંડલ જામકંડોરણા રોડ પર સિંહે બે વાછરડીનું મારણ કરી મેઈન રોડ પર મિજબાની માણી સિંહ જાવા માટે આસપાસના લોકો આવી પહોîચ્યા ફોરેસ્ટ વિભાગે સ્થળ પર પહોîચીને લોકોને દૂર કર્યા.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથક ને સિંહ પરિવાર ધમરોળી રહ્ના હોય જેમાંનો ઍક સિંહ હાઈ બોન્ડ સિમેન્ટ ફેકટરી થી પાટીદડ જવાના કાચા માર્ગ પર સાંજના સમયે જાવા મળ્યો હતો વન વિભાગ લોકેશન મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે ગોંડલ જામકંડોરણા રોડ પર બે વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી ત્રાકુડા ઉમરાળીની સિમમાં ઍક વાછરડીનું મારણ કર્યું અને ઍક મેઇન રોડ પર વાછરડીનું મારણ કર્યું સિંહ ને જાવા માટે આસપાસ ના લોકો ઉમટ્યા ફોરેસ્ટ વિભાગ સ્થળ પર પહોîચતા જ લોકો ને દૂર ખસેડવામાં આવ્યા સિંહ ઇન ફાઈટમાં સામાન્ય ઇજા થી ઘાયલ થયો છે સિંહ ની દેખરેખ માં ય્જ્બ્ દીપકસિંહ જાડેજા, મોરડીયા, ફોરેસ્ટર ઍચ.ઍમ.જાડેજા, પી.ઍમ.ચુડાસમા, ફોરેસ્ટરો, અને વાઈલ્ડ લાઈફ વેટરનરી ઓફિસર (ડોકટર ટિમ) સહિતની ટિમો સિંહ પર નજર રાખી રહ્ના છે.

(11:09 am IST)