Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નરેન્દ્રભાઇ ભાવનગરમાં : ૬૬૧૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતુમુહૂર્ત

ભવ્ય રોડ - શો : જાહેરસભા માટે ૮ લાખ ચોરસ ફૂટમાં ડોમમાં ૧૮૦૦ પંખા અને ૬૦ ઍલઇડી મુકાઇ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૯: વડા­ધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભાવનગર ખાતેથી રૂ.૬.૫૦ હજાર કરોડના ઐતિહાસિક વિવિધ ­કલ્પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત થનાર છે. ભાવનગરમા વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. તે ઉપરાત ભાવનગરને આગણે વિજ્ઞાનનગરીનુ નવલુ નજરાણુ અર્પણ કરવા ભાવનગરની ભાગોળે ૨૦ ઍકરમા અને રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખુરિજિયોનલ સાયન્સ સેન્ટરનુ લોકાર્પણ કરશે. ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિગનુ હબ બનવાની દિશામા આગળ વધીને શ્રી મોદી APPL કન્ટેનરનુ ઉદઘાટન કરશે. જયારે તળાજા ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનુ લોકાર્પણ, મહુવા ખાતે રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) લોકાર્પણ, રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર ઍસ.ટી બસ સ્ટેશનનુ લોકાર્પણ, રૂ. ૫.૩૧ કરોડના ખર્ચે ભાવનગરનુ મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન અને રી-ડેવલપમેન્ટ લોકાર્પણ, રૂ. ૧૭.૯૪ કરોડના ખર્ચે ભાવનગરના અકવાડા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨નુ ખાતમુહૂર્ત તેમજ રૂ.૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર માઢીયા જી.આઇ.ડી.સી.નુ ખાતમુહૂર્ત કરવામા આવનાર છે.

માનવતા મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવા માટે કુલ ૮ લાખ ચોરસ ફુટમા ડોમ બાધવામા આવ્યો છે. જેમા ,૫૦,૦૦૦ ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બને સાઇડમા કુલઃ ૧,૫૦,૦૦૦ ચો.ફુટમા બીજા ડોમની વ્યવસ્થા કરવામા આવી છે.

લોકો માટે ડોમમા ,૮૦૦ પખા, ૬૦ ઍલ.ઇ.ડી. લગાવવામા આવી છે. જેથી બેઠા બેઠા જ લોકો જાઇ શકે. આ ઍલ.ઇ.ડી. સ્ક્રિન પણ મોટા લગાવવામાઆવ્યા છે. આ ઉપરાત ટેન્ટ કુલરની પણ વ્યવસ્થા કરવામાઆવી છે.

જવાહર મેદાનના કુલ ૨૪,૭૪,૦૦૦ ચો.ફુટમાî બેસવા, પાણી, સેનિટેશન અને પાર્કિગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામા આવી છે.

વહીવટી તત્ર દ્વારા રાત-દિવસ કરીને આ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્ના છે. સભા સ્થળે સૂલેહ અને શાતિ જળવાઇ રહે તે માટે પૂરતો પોલીસ બદોબસ્ત પણ કરવામા આવ્યો છે.

બેસવાની વ્યવસ્થા કલર કોડ સાથે દરેક બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા આવી છે. મીડિયાને કવરેજ કરવા માટે પણ ઇન્ટરનેટ કનેક્શન, રાઇઝર સહિતની વ્યવસ્થા કરવામા આવી છે.

તંત્ર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને વિવિધ વ્યવસ્થાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓ સતત તેમની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમની કામગીરીને આખરી ઓપ આપી રહ્નાં છે.

(11:02 am IST)