Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટ જિલ્લાના અનેક ડેમ ઓવરફલો: હેઠવાસમાં આવેલ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા સુચના

જિલ્લાના અનેક ડેમ નિર્ધારેલ સપાટીએથી પૂરેપૂરો ભરાઇ ગયા : અનેક ડેમો ભરાઇ જવાની શકયતા

રાજકોટ: રાજકોટ સિંચાઇ વર્તુળ (ફલડ સેલ)ના જણાવ્યા અનુસાર રાજકોટ  જિલ્લાના અનેક ડેમ નિર્ધારેલ સપાટીએથી પૂરેપૂરો ભરાઇ ગયા છે. તેમજ અનેક ડેમો ભરાઇ જવાની શકયતા છે. ભરાઇ ગયેલ ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને ભરાઇ જવાની તૈયારી છે તેવા ડેમોના દરવાજા પણ ખોલવામાં આવશે. તેમજ પાણી છોડવામાં આવશે. તેથી હેઠવાસમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.  

જસદણ તાલુકાના ઇશ્વરિયા ડેમ ૭૦ ટકા ભરાઇ ગયો છે ઓવરફલોની તૈયારીમાં છે જેથી હેઠવાસમાં આવેલા દેતડિયા, કોટડા સાંગાણી, કરમાળા વગેરે ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.  
  ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમ ભરાઇ ગયો છે. જેથી હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળિયા, નવાપર, સેવત્રા, ઉપલેટા, વાડલા વગેરે ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.  
  જસદણ તાલુકાના જીવાપર ગામ પાસે આવેલા કર્ણુકી ડેમ ભરાઇ ગયો છે જેથી જીવાપર, જૂનાપીપળિયા, પ્રતાપપુર વગેરે ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
  કોટડાસાંગાણી તાલુકાનો ગોંડલી ડેમ ૮૦ ટકા ભરાઇ ગયો છે. ઓવરફલોની શકયતા છે. જેથી પાચીયાવદર, માણેકવાડા, ખરેડા, કોટડા સાંગાણી, રાજગઢ વગેરે ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
જેતપુરનો છાપરવાડી ડેમ ભરાઇ ગયો છે. જેથી લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારિકા સહિતના ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર-૨ ડેમ ભરાઇ ગયો છે. જેથી ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, વેકરી, ચીખલોદર, બિલડી, રોધડા, ચૌટા, થેપડા, ગરેજ, ચિકાસા, નવી બંદર વગેરે સહિતના હેઠવાસના ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.  
જામકંડોરણા તાલુકાના દુધીવદર પાસેનો ફોફળ-૧ ઓવરફલો થઇ ગયો છે. જેથી દુધીવદર, ઇશ્વરિયા, પરવડા, વેગડી વગેરે ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

(8:14 pm IST)