Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગીરનાર પર્વત ઉપર અને જંગલમાં તોફાની વરસાદ : જૂનાગઢની કાળવો , સોનરખ, ઓજત, ઉબેણ, ભાદર સહિતની નદીઓમાં પુર

વિલીંગ્ડન ડેમ, આનંદપુર ડેમ, હસનાપૂર અને ઓજાર વિયર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો : ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા

જૂનાગઢ : જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર અને જંગલમાં તોફાની વરસાદ ખાબક્યો છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો હતો , જૂનાગઢની કાળવો , સોનરખ, ઓજત, ઉબેણ, ભાદર સહિતની નદીઓમાં પુર આવ્યા છે આ ઉપરાંત  વિલીંગ્ડન ડેમ, આનંદપુર ડેમ, હસનાપૂર અને ઓજાર વિયર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો : ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા છે

(6:33 pm IST)