Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોરબંદરમાં ઘટાટોપ વાદળા સાથે ધોધમાર વરસાદ : માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

કુતિયાણા - ઘેડ પંથકમાં લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ : ફોદાળા અને ખંભાળા જળાશય ઓવરફ્લો થવાની તૈયારીમાં

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર::પોરબંદરમાં ઘટાટોપ વાદળા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે વાવાઝોડાની અને ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત કુતિયાણા -  ઘેડ પંથકમાં લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ છે ફોદાળા ડેમ ઓવરફ્લો થવામાં બે ઇંચ બાકી છે  અને ખંભાળા જળાશય ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

(4:58 pm IST)