Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કચ્છમાં 'ગુલાબ' વાવાઝોડાની અસર ભારે પવન, વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ ચાલુ, કંડલામાં ત્રણ નંબરનું સિગ્નલ, જખૌના દરિયામાંથી બોટો પાછી બોલાવાઈ

તંત્ર એલર્ટ, પવન સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ

(વિનોદ ગાલા દ્વારા ) (ભુજ)  કચ્છમાં 'ગુલાબ' વાવાઝોડાની અસર પૂર્વે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે બપોર પછી અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાવાઝોડાને પગલે કચ્છનાં દરિયાકાંઠે એલર્ટ અપાયું છે.

જખૌના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવાઈ છે.

૩૬૨ જેટલી બોટ પરત આવી ગઈ,હજી પણ ૨૦૦ બોટ દરિયામાં છે. જે કાલે સવાર સુધીમાં પરત આવી જશે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સૂચના આપી બોટો પરત બોલાવાઈ છે. દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા પણ માછીમારોને સતર્ક કરાઈ રહ્યા છે. કંડલા બંદર પર ત્રણ નંબરનુ સિગ્નલ લગાવાયું છે. ગુલાબ વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદની આગાહીના પગલે આ સિગ્નલ લગાવાયુ છે.

(4:32 pm IST)