Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જાફરાબાદ-ર જેશર-પાલીતાણા-બાબરામાં દોઢ ઇંચ

બપોરે ૧ર થી ર દરમિયાન ર કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ૩૮ તાલુકામાં ઝાપટાથી ૧ ઇંચ વરસાદ

રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે આજે બપોરના ૧ર થી ર દરમિયાન અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ર ઇંચ, ભાવનગરના જેશર તથા પાલીતાણા અને અમરેલી જીલ્લાના બાબરામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૩૮ તાલુકામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

જેમાં અમરેલી, ધારી, બગસરા, રાજુલા, લીલીયા, સાવરકુંડલામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

જામનગર જીલ્લાના ધ્રોલમાં પોણો ઇંચ તથા જોડિયામાં ઝાપટા પડયા છે. જુનાગઢ શહેરમાં પણ હળવા ઝાપટા વરસ્યા છે.

મોરબી

જીલ્લાના ટંકારા, મોરી, વાંકાનેર અને હળવદ તથા કચ્છના રાપરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જીલ્લાના તળાજામાં ર ઇંચ તથા ઉમરાળા, ઘોઘા ભાવનગર, મહુવા, શિહોરમાં ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં અડધો ઇંચ તથા કોડીનાર, તાલાલા, વેરાવળ, સુત્રાપાડામાં ઝાપટા પડયા છે.

જયારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ૧ ઇંચ તથા ચોટીલા, ચુડા, લખતર, લીંબડી, મુળી, વઢવાણમાં ઝાપટા પડયા છે. 

(3:44 pm IST)