Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કેશોદ એરપોર્ટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું સ્વાગત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ એરપોર્ટ ખાતે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજય સરકારમાં નો રીપીટ થિયરી અપનાવીને ધારાસભાની ચૂંટણી પહેલાં રાજકીય ભૂકંપ સજર્યા બાદ પરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરે શીશ નમાવવા હવાઈ માર્ગે આવી પહોંચ્યા હતાં. કેશોદ એરપોર્ટ ખાતે જુનાગઢ જિલ્લા અને કેશોદ શહેર તાલુકાનાં હોદેદારો અને પદાધિકારીઓએ ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરેલ હતું. કેશોદ એરપોર્ટ ખાતે જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર તાલુકા ભાજપના હોદ્દેદારોએ સુત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતુ. ભારતીય જનતા પાર્ટી માં સંગઠન સર્વોપરી હોવાનું ફળીભુત થતાં અનેરો ઉત્સાહ ઉન્માદ જોવા મળ્યો હતો.સી.આર.પાટીલ કેશોદ એરપોર્ટથી વાહન માર્ગે સોમનાથ જવા રવાના થઈ પરિવાર સાથે સોમનાથ પહોંચી સોમનાથ મહાદેવને શિશ નમાવી ધન્યતા અનુભવી હતી!! 

(1:06 pm IST)