Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વાવાઝોડાનાં ૪ મહિના બાદ પણ શિયાળબેટ ટાપુ પર પીવાનું પાણી અને વીજળી પૂરવઠો બંધ

ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો પ્રશ્ન

રાજુલા, તા.૨૯:  સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે આવેલા તૌકતે વાવાઝોડાં એ ભારે નુકસાની સર્જી હતી. તેમાં સૌથી વધુ અસર જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર થઇ હતી. દરિયાની વચ્ચે આવેલા આ ગામમાં આઝાદી નાં સાત દાયકા બાદ વીજળી અને પીવાનું પાણી પહોંચ્યું હતું. પરંતુ તૌકતે વાવાઝોડાં એ દરિયાનાં પેટાળમાં નાંખેલ વીજ કેબલ અને પાણીની પાઈપલાઈન ને ભારે નુકસાન કર્યું હતું. પરંતું વાવાઝોડાનાં ૪ મહિના બાદ પણ સરકાર આ ગામમાં પાણી અને વીજળી પુરવઠો કાર્યરતના કરતા લોકો આજે પણ ક્ષારયુકત પાણી અને અંધારાં માં દિવસો કાઢી રહ્યા છે ત્યારે રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં શિયાળબેટ ટાપુ પર પીવાનું પાણી અને વીજળી પુરવઠો કયારે સરકાર દ્વારા પહોંચાડવા આવશે તૈ અંગે પ્રશ્નોતરી કરી હતી પરંતુ સરકાર દ્રારા આ ગામને કયારે વીજળી અને પાણી પુરવઠો કાર્યરત થશે તેનો ચોક્કસ સમય ના આપ્યો અને હાલ ચોમાસાનાં કારણે કામગીરી કરવી મુશ્કેલ છે તેવો પ્રત્યુતર આપ્યો હતો.. ત્યારે આ ગામને કયારે વીજળી અને પાણી પુરવઠો મળશે એ પ્રશ્ન છે.

(1:04 pm IST)