Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મોરબીના બેલા રંગપર ગામની સીમમાં વાડીમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

મોરબીના બેલા(રંગપર) ગામની સીમમાં વાડીની મજુર ઓરડીમાં યુવાનને ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

  મળતી માહિતી મુજબ મોરબીના બેલા રંગપર ગામેં રહીને ખેતકામ કરતા સેતાનભાઈ બાબુભાઈ મોહનીયા (ઉ.૩૫) ગત તા. ૨૬-૦૯ ના રોજ રબેલા રંગપર ગામની સીમમાં આવેલ છગનભાઈની વાડીએ મજુર ઓરડીમાં ઝેરી દવા પી લેતા સેતાનભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે.

(12:10 pm IST)