Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલીના ધાતરવાડી -2 ડેમના 12 દરવાજા ખોલાયા : નીચાણવાળા વિસ્તારના 10 ગામોને એલર્ટ કરાયા

ખાખબાઈ, હિંડોરણા, રામપરા, લોઠપુર, વડ સહિતના ગામોને એલર્ટ: ગામડાઓમાં પાણી ઘુસવાની શકયતા

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદની સાથે પાણીની ભરપુર આવક શરૂ થઈ છે .જેના લીધે ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ખાખબાઈ, હિંડોરણા, રામપરા, લોઠપુર, વડ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદી કાંઠે આવેલા ગામડાઓમાં પાણી ઘુસે તેવી શકયતા પણ છે.

(12:06 pm IST)