Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સૌરાષ્ટ્રમાંથી ચોરી કરનાર બે શખ્સો ને ૮ બાઇક સાથે ચોટીલા પોલીસે ઝડપી પાડયાં

ચોટીલા, તા.૨૯: ચોટીલા શહેર પોલીસે બાતમીના આધારે એક શખ્સ ને ચોરીના બાઇક સાથે ઝડપી પુછપરછ હાથ ધરતા સૌરાષ્ટ્ર માંથી બાઇક ચોરીનું રેકેટ ખુલ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલા પોલીસ ના શેખાભાઇ રોજીયા ને હકિકત મળી હતી કે શહેરનો સિરાજ ઉર્ફે ચિન્ટૂ મનુભાઇ કાપડીયા ચોરીનું બાઇક છે અને બાઇક ચોરી દ્યણા સમયથી કરતો હોવાની હકીકતના આધારે તેને પકડી કડક પુછપરછ કરતા અલગ અલગ શહેરો માંથી આઠ બાઇક ચોરી સાયલા ના ધારા ડુંગરી ગામના રામસી જગસીભાઇ બોહકિયાને આપેલ હોવાનું જણાવતા પોલીસ સ્ટાફના સાંગણભાઇ ઓડેદરા, સરદારસિંહ બારડ સહિતનાએ ઓપરેશન હાથ ધરી આઠ બાઇક કબ્જે કરી બંન્ને ને પકડી પાડી વધુ તપાસ હાથ ધરતા, આ બાઇક ચોરીમાં ચોટીલા નો રાજુ મોહનભાઇ ગીલાણી પણ સંકળાયેલ છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગામડામાં ૮ હજારમાં વહેચતા

આરોપી એ કબુલાત કરેલ છે કે ચોટીલા બહાર થી ચોરી કરતા અને ગામડામાં ૮ હજાર રૂપિયામા વેચી નાખતા હતા પકડાયેલ બાઇકો પૈકી એક એક બાઇક જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, લીમડી થી ચોરેલા અને બે બે બાઇક મોરબી અને બોટાદથી ચોરી કરી ઉઠાવેલ છે.

(12:06 pm IST)