Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામકંડોરણામાં ત્રણ ઇંચ વરસાદઃ ફોફળ ડેમ ત્રણ ફુટે ઓવરફલો

જામકંડોરણામાં ગત રાત્રીના પડેલ ધોધમાર વરસાદથી રાત્રીના સમયની તસ્વીર. (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૯ :.. ગત રાત્રીના ૧ર વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું હતું. જામકંડોરણામાં ગત રાત્રીના ૧ર વાગ્યાથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં આઠ કલાકમાં કુલ ૮૦ મી.મી. (ત્રણ ઇંચ) વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ૭પ૦ મી. મી. થયેલ છે. જામકંડોરણાનો ફોફળ ડેમ ત્રણ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે.

(12:02 pm IST)