Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સીનીયર સીટીઝન વ્યકિતને અને અરજદારોને પણ ધરમના ધક્કા

લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. જન આરોગ્ય યોજનાના કાર્ડ કઢાવવા અરજદારોને ધરમના ધક્કા : લોક રોષ

(સલીમ વલોરા દ્વારા)લોધીકા, તા.૨૯: રાજય સરકાર દ્વારા. આપકે દ્વારા આયુષ્માન મેગા ડ્રાઈવનો શુભારંભ થયેલ છે જેમાં પીએમ માં યોજના હેઠળ વ્યકિત ઠીડ કાર્ડ શરૂ થયેલ છે સરકાર પ્રયત્નશીલ છે દરેકને સરળતાથી વિનામૂલ્યે કાર્ડ મળી રહે આ કામગીરી લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલ છે પરંતુ તાલુકા કક્ષાના આ કેન્દ્રમાં કાર્ડ કાઢી આપવા બાબતમાં લોલમ લોલ ચાલી રહેલ હોવાની ફરિયાદ ઉઠી છે તથા લોધીકા સહીત નાં ગામોમાં અરજદારોને ધરમ ધક્કા થઈ રહેલ છે.

આ અંગે લોધીકાનાં ૮૪ વર્ષના વૃધ્ધ અને જાગૃત નાગરિક મનુભાઈ સોલંકી ગુજરાત રાજયના મંત્રી શ્રી તથા રાજકોટ જિલ્લા કલેકટર ને લેખીત ફરિયાદ કરતા જણાવ્યુ છે કે રાજય સરકાર દ્વારા આપકે દ્વાર આયુષ્માન ઝુંબેશનો પ્રારંભ થયેલ છે રાજય ના દરેક લાભાર્થી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં વસતા દરેક નાગરિકને કાર્ડ સરળતાથી મળી રહે કેવા પ્રયત્નો થઈ રહેલ છે ત્યારે લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ સર્જાય છે અઠવાડીયામાં ફકત બે જ દિવસ કાર્ડ કાઠવાની કામગીરી થઈ રહેલ છે તેમા પણ લોલમ લોલ ચાલી રહયાની ફરિયાદ ઉઠી છે મનુભાઈ સોલંકી એ ખુદ પોતાનો પણ અનુભવ જણાવતા વધુ કહયુ કે તેઓ તા.૭/૯/૨૦૨૧ ના રોજ જરૂરી ડોકયુમેન્ટ પેપરો સાથે કાર્ડ કઢાવવા કેન્દ્ર ખાતે ગયેલ બધી કાયદાકીય પ્રોસિજર પુણઁ કરી મંજુરી માટે જે તે ખાતાના અધિકારી ને મોકલવામાં આવેલ આજ સતર દિવસ થયા હોવા છતાં સ્થળ પરના ઓપરેટર એક જ વાત નું રટણ કરે છે હજુ કાર્ડ આવેલ નથી અને યોગ્ય રીતે જવાબ પણ આપતા નથી. ને કારણ પુછતા એ વિષે મને કશી ખબર નથી મને તો મંજુરી મળે તો કાર્ડ કાઢી આપુ તેવો તોછડો ઉતર આપે છે ૮૪ વર્ષ જઈફ ઉમરે મનુભાઈ સોલંકી લોધીકા થી એક કિ.મી દુર કેન્દ્ર ખાતે કાર્ડ મેળવવા ધરમના ધકકા ખાઈ રહેલ છે.

આમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્ડ કાઢી આપવાની કામગીરી ઝડપી બને લોકોને ખોટા ધકકા ન થાય તે માટે દ્યટતું કરવા પત્રનાં અંતમાં રજુઆત કરવામાં આવેલ છે.

(12:01 pm IST)