Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વાંકાનેર પાસેના મચ્છુ ડેમ-૧ કાલે સાડા ત્રણ ઇંચ વરસાદ - ડેમની સપાટી ૪૭.૬૬ ઉપર પહોંચી

નવા નીરની આવક ચાલુ સાંજ સુધીમાં ડેમ ઓવરફલો થવાની શકયતા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકોનર તા.ર૯ : વાંકાનેર પાસેના જાલસીકા ગામ નજીક આવેલ મચ્છુ ડેમ-૧ ઉપર ગઇકાલે ૮પ મીમી, સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. સાથે ઉપરવાસમાં પણ ભરપુર આવક થતાં ,૯ ફૂટની ઉંચાઇ ધરાવતા આ ડેમમાં સવારના નવ વાગ્યા સુધીમાં સવા ચાર ફૂટ નવુ નીર આવતા મચ્છુ ડેમ-૧ની વર્તમાન સપાટી ૪૭.૬૬ ફુટે પહોંચી ગઇ છે.

મચ્છુ ડેમ-૧માં અત્યારે પણ નવા નીરની આવક ચાલુ રહી છે. જેથી સાંજે અથવા રાત્રી સુધીમાં અને ડેમ હેઠળના વાસના ગામોને અને  નદીના પટમાં અવર જવર નહી કરવા સાવચેત રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે

વાંકાનેર-કુવાડવાની પ્રજાને પીવાના અને સીચાઇ માટે પાણી પુરૂ પાડતા આ ડેમ પણ ભરાય જતાં પ્રજામાં આનંદની લાગણી છવાય છે.

(11:52 am IST)