Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટનો મહત્વનો ચૂકાદોઃ આરોપીનો છૂટકારો

નેગોસિએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટના ઓઠા હેઠળ બિનહિસાબી રકમને કાયદેસરની રકમમાં તબદીલ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી કોર્ટ

રાજકોટ તા. ર૯ :.. નેગો. ઇન્સ્ટ્રુ. એકટ ૧૧૮, ૧૩૯ ના ઓઠા હેઠળ બીનહિસાબી રકમને કાયદેસરની લેણી રકમમાં તબદીલ કરવાના પ્રયાસને જામનગર અદાલતે નિષ્ફળ બનાવ્યો હતો.

સદરહું કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી બળદેવસિંહ કનુભા ગોહીલે આરોપી જયદેવ ચંદ્રશંકર ભટ્ટ વિરૂધ્ધ નેગો. ઇન્સ્ટ્રુ, એકટ હેઠળ અંકે રૂપિયા બે લાખની ચેક રીટર્ન અંગેની ફરીયાદ જામનગરની અદાલતમાં દાખલ કરેલ. સદરહુ ફરીયાદ અદાલતમાં ચાલી જતા એડી. ચીફ જયુડી. મેજી. એ બંને પક્ષોના પુરાવા, સાક્ષી, દસ્તાવેજો, દલિલો અને રૂલીંગો ધ્યાને લઇ ઉપર મુજબનું તારણ આપી અદાલતે આરોપી જયદેવ ચંદ્રશંકર ભટ્ટને આરોપમાંથી નિર્દોષ છોડી મુકેલ.

અદાલતે પુરાવાની તુલના કરતા જણાવેલ કે, ફરીયાદમાં મહત્વનો વિરોધાભાસ છે, ફરીયાદ બે લાખ પચાસ હજાર રૂપિયાની રજૂ છે, અને ફરીયાદ આંક-૧ માં બે લાખ દર્શાવે છે, તેમજ ફરીયાદીએ આરોપીને રકમ આપવા સક્ષમ હતા, તેવા કોઇ પુરાવા રજૂ કરેલ નથી, સાહેદી પુરાવા રજૂ કરેલ નથી, એકાઉન્ટના પુરાવા રજૂ કરેલ નથી, તેમજ એટલુ જ નહીં વાદગ્રસ્ત રકમ કેટલા સમયમાં પરત કરવાની તે હકિકત પણ જણાવેલ નથી કે કોઇ લખાણો પણ નથી, અને ફરીયાદી ઉલટ તપાસમાં એવુ સ્પષ્ટપણે જણાવેલ છે કે, તેઓ જે કાંઇ રકમ કમાય છે, કમાણીમાંથી થાય છે તેનું ઇન્કમ ટેકસ રીટર્ન ભરતા નથી, તેમજ આવકનો સ્ત્રોત પણ રજૂ કરેલ નથી, આમ પ્રથમ દૃષ્ટિએ વાદગ્રસ્ત રકમ બીન હિસાબી હોવાનું અદાલતે જણાવેલ અને બીનહિસાબી રકમ નેગો. ઇન્સ્ટ્રુ. એકટ ૧૧૮, ૧૩૯ તેમજ ૧૩૮ ની વ્યાખ્યામાં આવી શકે નહીં, તેવુ ઠરાવી આરોપીને નિર્દોષ છોડી મુકેલ, આરોપી તરફે બચાવમાં એડવોકેટ ભરત એસ. ઠાકર રોકાયેલ હતાં.

(11:48 am IST)