Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

હળવદથી માળિયા તરફ આવતી દારૂ ભરેલ કાર એલસીબી ટીમે ઝડપી પાડી.

અણીયારી ટોલનાકા પાસે પહોચતા કારનો એલસીબી ટીમે પીછો કરતા ઇકો કાર ચાલક ફરાર

મોરબીના અણીયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ ઇકો કાર એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા અને વિક્રમભાઈ ફૂગસીયાને બાતમી મળી હતી કે એક ઇકો કાર જીજે ૧૩ સીસી ૩૩૭૯ માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી હળવદ તરફથી માળિયા તરફ આવનાર હોવાની બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે પહોચતા કારનો એલસીબી ટીમે પીછો કરતા ઇકો કાર ચાલક તથા એક શખ્સ અંધારામાં બાળવની ઝાડીનો લાભ લઇ નાશી ગયા હતા અને ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કીમત રૂ.૪૫,૦૦૦ તથા ઇકો કાર કીમત રૂ.૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૪૫,૦૦૦ નો મુદામાલ એલસીબી ટીમે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલ્સીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા અને સતીશભાઈ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.

(11:46 am IST)