Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિરમગામ પાસે પિતા અને બે બાળકોના મોત

માંડલના કુણપુર - દાલોદ ગામ વચ્ચે રીક્ષા અને ઇકો કાર ટકરાઇ પડયા : ત્રણને ઇજા : રાવળ પરિવાર રિક્ષામાં જઇ રહ્યો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : માંડલ તાલુકાના કુણપુર દાલોદ ગામ વચ્ચે રીક્ષાચાલક ૬ લોકોને લઈને જઇ રહ્યો હતો ત્યારે ઇકો કાર ચાલકે રિક્ષાચાલકને પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે ૬ લોકોને ઇજાઓ પહોંચી હતી જેમા પિતા પુત્ર-પુત્રીના ઘટનાસ્થળે મોત થતા લાશને પીએમ અર્થે માંડલ સરકારી હોસ્પિટલ ખસેડાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

વિરમગામ તાલુકાના માંડલ ગામ પાસે આવેલાકુણ પુર ગામ વચ્ચે રીક્ષાનો ચાલક રિક્ષામાં છ પેસેન્જર બેસાડી અને હાઈવે ઉપર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી ઇકો કારના ચાલકે ધડાકાભેર રિક્ષા સાથે ચક્કર આવતા આ રીક્ષામાં છ વ્યકિતઓ મુસાફરી કરી રહ્યા હતા તેવા સમયે ઘટના સ્થળ ઉપર પિતા, પુત્રી અને પુત્ર સહિત ઘટનાસ્થળ પર ત્રણ વ્યકિતઓના મોત નિપજયા છે ત્યારે રાવળ પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે એક જ પરિવારના ત્રણ વ્યકિતઓના મોત થી ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો તેમજ હાઇવે ઉપર પણ અરેરાટી ભર્યો માહોલ સર્જાવા પામ્યો હતો ત્યારે આ રીક્ષામાં છ વ્યકિતઓમાં ત્રણ વ્યકિતઓના ઘટના સ્થળ પર મોત નિપજયા છે. જયારે ત્રણ વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સારવારમાં રહેલા ટીનાબેન ગણપતભાઇ રાવળ વરસ ૨૮ તેમજ ડ્રાઇવર લાલાભાઇ માવજીભાઈ તેમજ અન્ય એક વ્યકિત મળી અને ત્રણ વ્યકિતઓ અકસ્માતમાં ઘાયલ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જયારે આ અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર રિક્ષામાં મુસાફરી કરી રહેલા પિતા પુત્ર અને પુત્રીના મોત નિપજયા છે. જેમાં ગણપતભાઇ કડવાભાઈ રાવળ, સાહિલ ગણપતભાઇ રાવળ તેમજ પુત્રી જાનકી ગણપતભાઇ રાવળ અકસ્માત ત્રણના મોત નિપજયા છે.

(11:12 am IST)