Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જામજોધપુરના ગઢકડાના સરપંચે રૂપિયા આપીને ખુદ પર ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું

હત્યા કેસમાં અશરફ પકડાયો ન હોય તેને ફિટ કરાવવા કાવતરું રચી કહું સરપંચ ફિરોજભાઈએ અયુબ અને હાજીને રૂપિયા આપી ફાયરિંગ કરાવ્યું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે આવેલી ગ્રામપંચાયતમાં સરપંચ ફિરોજભાઈ ઓસમાણભાઈ સફિયા પાક નુક્શાનીના ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે જ બે અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ પર આવીને જામગરી રાયફલથી ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ સરપંચ ફિરોજભાઈ દ્વારા શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવી અને શકદાર તરીકે  અશરફ સફિયા સહિતના સામે પોલીસને નામ આપવામાં આવ્યું હતું..

  પોલીસે આ અંગે ફોરેન્સિક ટિમ અને LCB સહિતની પોલીસ ટીમે ઉંડાણ પૂર્વકની તપાસ કરી હતી.જેમાં અશરફ સફિયા આ ફાયરિંગની ઘટના દરમ્યાન ધોરાજી હતો. જેથી પોલીસને ગેરમાર્ગે ફરિયાદી સરપંચ દોરતા હોય તેવો અંદેશો આવી ગયો હતો. જેથી SP દીપેન ભદ્રન દ્વારા આ અંગે ઉલટ તપાસ કરાવાતા આ સમગ્ર ફાયરિંગ પ્રકરણમાં છ મહિના પહેલા મુસ્તાફ સફિયાની હત્યા થઈ હતી. જે ગુન્હામાં પોલીસે તપાસ દરમ્યાન અશરફને પકડ્યો ન હતો. જેથી તેને ફિટ કરાવવા આ કાવતરું રચી ખુદ સરપંચ ફિરોજભાઈ દ્વારા જ અયુબ અને હાજીને રૂપિયા આપી પોતાના પર ફાયરિંગ કરાવ્યાનુ ખુલ્યું હતું.

જામજોધપુર પંથકમાં ગઢકડા ગામે સરપંચ પર ફાયરિંગની ઘટના બાદ SP દીપેન ભદ્રને એક્શનમાં આવી પોલીસને દોડાવી આગવી તપાસ હાથ ધરી શિકાર કરવા નીકળેલા સરપંચે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યાનુ ખુલતા પોતે જ શિકાર થઈ ગયા છે....અને 40હજાર લઈને અયુબ યુસુફ સફિયા તેમજ 20 હજાર લઈને હાજી ઉર્ફે શાહરુખ વલીમામદ સફિયા દ્વારા જે પ્રકારે પ્લાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે મુજબ તે બન્નેએ ફાયરિંગ તો કરી દીધું પણ પોલીસની ઉલટ તપાસમાં ખુદ ફરિયાદી સરપંચ ફિરોજભાઈ ઓસમાનભાઈ સફિયા પાસેથી પોલીસે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી ઓકાવી ત્રણેયને ફાયરિંગમાં વપરાયેલ જામગરી રાઇફલ, સોપારી માટે અપાયેલા 60હજાર રોકડ કબ્જે કરી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(6:04 pm IST)