Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

લોકડાઉન બાદ અમરેલી જિલ્લાનુ આંબરડી સફારી પાર્ક બીજી ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલ્લું મુકાશે

અમરેલી : કોવિડ -૧૯ની સ્થિતિ અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાથી ગીર અભયારણ્યને ૧૭ માર્ચ ૨૦૨૦થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્યું હતું. 

       તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ માટે પ્રવાસન હેતુ માટે ખુલ્લો મુકવામાં આવશે. 

      તમામ પર્યટકોએ મુલાકાત વેળાએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોવિડ -૧૯ અંગે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા ધારી વન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

(6:02 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST