Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભુજમાં પ્લોટના સોદા પેટે રાપરના ટેક્સ એડવોકેટ સાથે ૧૮.૪પ લાખની છેતરપીંડી

પ૧ પ્લોટના થયેલા સોદામાં માત્ર ૧૦ પ્લોટના દસ્તાવેજ બનાવી અપાયા

ભુજ : રાપરના ટેક્સ એડવોેકેટ સાથે ભુજના બિલ્ડરે રૂા.૧૮.૪પ લાખની વિશ્વાસઘાત ઠગાઈ આચરતા ગુનો નોંધાયો છે. પ્લોટના સોદા પેટે રકમ મેળવીને દસ્તાવેજ ન બનાવી આપીને વિશ્વાસઘાત કરાતા ધારાશાસ્ત્રીએ કાયદાનો સહારો લઈને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

  પ્રાપ્ત વિગતો મુજબ રાપરના માલી ચોકમાં રહેતા ટેક્સ એેડવોકેટ નીતિનભાઈ રામજીભાઈ માલીએ આરોપી અશોક ખટાઉ રામાણી (ઠક્કર) (રહે. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે, યશ બેંકવાળી ગલી, વિજયનગર, ભુજ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ નીતિનભાઈએ આરોપીને પ૧ પ્લોટના સોદા પેટે રૂા.રર,૯પ,૦૦૦ની રકમ ચૂકવી હતી. જેની પહોંચ મેળવ્યા બાદ પ્લોટના દસ્તાવેજ બનાવી આપવાની વાત થઈ હતી. નાણા મેળવ્યા બાદ આરોપીએ પ૧ પ્લોટમાંથી માત્ર ૧૦ પ્લોટના દસ્તાવેજ બનાવી આપ્યા હતા. બાકીના ૪૧ પ્લોટના દસ્તાવેજ નહી બનાવી આપી તેમજ બાકી નીકળતી રૂા.૧૮,૪પ,૦૦૦ની રકમ પરત નહી ચૂકવીને વિશ્વાસઘાત ઠગાઈ આચરાઈ હતી. જે શબબ ટેક્સ એડવોકેટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી અશોક ખટાઉ રામાણી વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરપીંડી શબબ ગુનો નોંધાવ્યો હતો.બી ડિવિઝન પીઆઈ એસ.બી. વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)