Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કેશોદ શહેર -તાલુકામાં સ્થાનિક ચુંટણી માટે શંખ ફૂંકતો કોંગ્રેસ પક્ષ

એક જૂટ બની ચુંટણીમાં કામે લાગી જવા કોંગ્રેસ કાર્યકરોને આગેવાનોની શીખ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૯: કેશોદ શહેર-તાલુકા માં યોજાનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈ કોગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતીમાં ગત રવિવારે કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીના હસ્તે કરવામાં આવેલ હતો.

કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ બાદ કેશોદ પંથકના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોનું સંમેલન જુનાગઢ હાઈવે પર પાનદેવ સમાજ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ. જેમાં પધારેલા કોંગ્રેસ આગેવાનોનુ પુષ્પગુચ્છ થી અને શબ્દો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોનુ આગેવાનો ધ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતુ.

આ તકે જુનાગઢ જીલ્લાના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા સહિત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, પુર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા અને આગેવાનોએ સ્થાનિક વાદવિવાદ ભુલી એકજુટ બની ચુંટણીમાં કામે લાગી જવા કાર્યકરો અને હોદેદારોને હાકલ કરી હતી.

કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્રનિભાઈ ખટારીયા એ ચુંટણી માટે શંખ ફુંકી જાહેર કર્યું હતું કે જે કાર્યકરો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લડવા ઈચ્છતાહોઈ તેઓના માહિતુ મલ્યા બાદ દરેક વિસ્તારોમાં મીટીંગ બોલાવી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે તેની નોંધ લેવા પક્ષના કાર્યકરોને જણાવેલ હતુ.

અત્રે ઉલ્લેખનીય છેકે કેશોદ શહેર તાલુકામાં ગત યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ તરફી માહોલ હતો. ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી માં બહુમતી મળી હતી. આમછતાં કોંગ્રેસને કેશોદ પાલિકામાં વિરોધ પક્ષ માં બેસવાનું જન સમર્થન મળ્યું હતું. ધારાસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને સંખ્યાબંધ આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ ભાજપ માં જોડાયા હતા. કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિ નાં કારણે ઉભાં પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર વિરુદ્ઘ ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ શહેરી વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કરોડો રૂપિયા ખર્ચવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના કોંગ્રેસ ધ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમજ સ્થાનિક પાલિકામા એક હથ્થુ સાશનના સતાધારી પક્ષમાં આંતરીક આક્ષેપો સાથે જુથબંધીના આવનાર ચુંટણીમાં ધેર પડદ્યા પડેતો નવાઈ નહી! મતદારોમાં કેશોદ શહેર તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ઉમેદવારો ની પસંદગી મહત્વની ભૂમિકા ભજવેછે ત્યારે આવનારાં દિવસોમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે.

(1:01 pm IST)