Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વડીયામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

અમરેલી,તા. ૨૯: ગઇ કાલ રાત્રીનાં વડીયા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને હકીકત મળેલ કે, વડીયા ટાઉનમાં જી.ઇ.બી. રોડ ઉપર, રામાપીરનાં મંદિર પાસે રહેતા રાજુ ભાભલુભાઇ બોઘરા તથા ત્રુપેશ હરેશભાઇ કથીરીયા બન્ને વિદેશી દારૂનો જથ્થો પોતાનાં રહેણાંક મકાને ઉતારી હોન્ડા સીટી કાર નં. GJ.03.HK.0333 નીમાં હેરફેર કરી વેચાણ કરે છે તેવી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) રાજેશ બોઘરા, ઉ.વ.૩૪,  (૨) ત્રુપેશ કથીરીયા, ઉ.વ.૨૩, રહે.બંને રામાપીરનાં મંદિર પાસેને વિદેશી દારૂની બોટલ નંગ – ૫૫, કિં.રૂ.૧૪,૮૫૦/- તથા હોન્ડા સીટી કાર નંબર GJ.03.HK.0333 કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૩,૦૦૦/- તથા રોકડા રૂ.૪૦,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૦૮,૩૫૦/- નો મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ વડીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. અને હાજર નહીં મળી આવેલ આરોપી મહીપત દેવકુભાઇ વાળાને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા તથા પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામા આવેલ છે.

(1:00 pm IST)
  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST