Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દેવભુમી જિલ્લામાં કોરોના વ્યાપક થવા માંડયોઃ ૧૦ નવા કેસ

શહેરી વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં દર્દી દેખાયાઃ ૧પ ડીસ્ચાર્જ થયા

ખંભાળીયા, તા., ૨૯: દેવભુમી જીલ્લામાં આરોગ્ય ખાતાના આંકડા ભલે ઓછા આવતા હોય પણ શહેરી વિસ્તારોમાં સતત પોઝીટીવ કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે.

ખંભાળીયા, ભાણવડ, મીઠાપુર, સુરજ કરાડી, ઓખા દ્વારકા, ભાણવડ, ભાટીયા, કલ્યાણપુર, જામરાવલ જેવા શહેરી વિસ્તારોનો અંદર ભાગ્યે જ કોઇ એવો વિસ્તાર હશે જયાં પોઝીટીવ દર્દી ના નોંધાયો હોય.

જો કે કેટલાક સમયથી ધનવંતરી રથમાં પણ સતત ચેકીંગ થઇ રહયું છે. ત્યારે તેમાં પણ હવે રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ હોય અને તેનામાં કોરોના સંદર્ભમાં લક્ષણો ના હોય તો તેને દવા આપી દેવાય છે.હોસ્પીટલમાં ટેસ્ટ કરીને દાખલ કરાતો નથી.

ખાનગી હોસ્પીટલમાં સારવાર કોરોનાની પણ દર્દી કોરોનાના નહી!!

ખંભાળીયા સહીત ખાનગી હોસ્પીટલોમાં પણ કોવીડ-૧૯ના સંદર્ભમાં કોરોના કોરોના પોઝીટીવ દર્દીના સ્કીનીંગ ઇમેજીંગ ટેસ્ટમાં રપ માંથી ૧૦/૧૧ આવતા તેમની સારવાર કોરોના તરીકે શરૂ થાય છે. પણ તેમના ટેસ્ટ સરકારીમાં નેગેટીવ આવતા હોય તેઓ ત્યાં કોરોના દર્દી તરીકે નોંધાતા ના હોય સતાવાર આંકડામાં કોરોના આવતો નથી પણ ખાનગીમાં દર્દી કોરોનાથી જ સારવાર લઇ રહયો હોય છે. કોરોના કહેર અવિરત છે.

ગઇકાલે વધુ ૧૦ કેસ નોંધાયા છે. જેમાં ભાણવડમાં ચાર, દ્વારકામાં બે, કલ્યાણપુરમાં એક તથા ખંભાળીયામાં ત્રણ નોંધાયા છે. જોકે આ સાથોસાથ પોઝીટીવ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી છે તે સારી વાત છે. ગઇકાલે ભાણવડના પાંચ, દ્વારકાના સાત તથા કલ્યાણપુરના ત્રણ દર્દી મળી કુલ ૧પ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

કલ્યાણપુરના માલેતા, ખંભાળીયામાં ગાયત્રીનગર, દ્વારકા મીઠાપુર, ભણવડ શહેરમાં બે કેસ તથા ટાટા ટાઉનશીપ મીઠાપુરમાં એક તથા જુની મહાજન વાડી પાસે ખંભાળીયા તથા પટેલ સમાજ પાસે વાનાવડમાં એક કેસ નોંધાયો હતો.

નવ નવા કન્ટેન્ટમેન્ટ

દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા ગઇકાલે વિનાયક સોસાયટી ખંભાળીયા, ગાયત્રીનગર ખંભાળીયા, મીઠાપુર નં-૩ વિસ્તાર, નવાપરા શે.નં. ર સહિતના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

(12:58 pm IST)