Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જામજોધપુર અને ગીંગણીની મંડળીઓને જામનગર બેન્‍ક દ્વારા ચેકો અપાયા

 જામનગરઃ ધી જામનગર ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી., તરફથી તેની સભ્‍ય મંડળીઓના ખેડુત સભ્‍યોને આવરી લઇ કોઇ સભ્‍યનું અકુદરતી/ અકસ્‍માતે મૃત્‍યુ થવા અંગે વિમો ઉતરાવેલ છે આ અંગત અકસ્‍માત વિમા યોજના અંગે યુનાઇટેડ ઇન્‍ડીયા ઇન્‍સ્‍યોરન્‍સ કંપની તરફથી મંજુર થતા જામજોધપુર સેવા સહકારી મંડળી લી., ના સભ્‍ય સ્‍વ. મગનભાઇ કરમણભાઇ ભાલોડીયા તથા ગીગણી સેવા સહકારી મંડળીના સભ્‍ય સ્‍વ. રમેશચંદ્ર ભાણજીભાઇ અમૃતિયાનું અકસ્‍માતે મૃત્‍યુ થતાં આ વિમા યોજના હેઠળ બંનેને અલગ અલગ રૂા.પ,૦૦,૦૦૦/- ના ચેકો સ્‍વર્ગસ્‍થના વારસદારને બેંકના ચેરમેન અશોકભાઇ લાલ, બેંકના મેનેજીંગ ડીરેકટર જીવણભાઇ કુંભરવડીયા તથા બેંકના જનરલ મેનેજર વિનોદભાઇ પરસાણીયા તરફથી અપાયેલ તે પ્રસંગની તસ્‍વીર

(11:53 am IST)