Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જુનાગઢમાં ધો.૧ર ની પુરક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતી, ભુગોળ, અંગ્રેજીની પરિક્ષામાં ૩૩૯૪ છાત્રોમાંથી ૭ર૮ છાત્રો ગેરહાજર

જાુનાગઢ તા. ર૯ : જુનાગઢમાં ધોરણ ૧ર ની પુરક પરિક્ષાનો ગઇકાલથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાયે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સેનેટાઇઝ કરાયા બાદ માસ્ક સાથે પરિક્ષામાં પ્રવેશ આપવામાં આવેલ.  કોરોના સંક્રમણ ટાળવા સરકારની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે સવારે ભુગોળની પરીક્ષામાં ર૭રમાંથી ર૧૮ છાત્રો હાજર રહ્યા હતા અને પ૪ ગેરહાજર રહ્યા હતા.

તેમજ બપોર બાદ યોજાયેલ અંગ્રેજીની પરિક્ષામાં ૩૧૧૮ માંથી ર૪૪૪ છાત્રોએ પરીક્ષા આપી હતી અને ૬૭૪ છાત્રો ગેરહાજર રહ્યા હતા અને ગુજરાતી વિષયની પરીક્ષા ૪ છાત્રોએ પરીક્ષા આપેલ આમ ત્રણ વિષયના મળી કુલ ૩૩૯૪ માંથી ર૬૬૬ છાત્રોએ પરીક્ષા આપી હતી અને ૭ર૮ છાત્રો ગેરહાજર રહ્યા હતા.

શ્રી ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે તા. ૬ ઓકટોબર સુધી ચાલનાર આ પરિક્ષામાં આજે બીજા દિવસે સવારે સંસ્કૃત અને બપોરે૩ વાગ્યે ઇતિહાસ અને આંકડા શાસ્ત્રની પરિક્ષા આપશે વિદ્યાર્થીઓને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે શ્રી આર.એસ.ઉપાધ્યાય પરીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધેલ.

(11:41 am IST)