Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આલેલે ...સિવિલમાં રિપોર્ટ કરાવ્યો તો પોઝીટીવ આવ્યો અને ખાનગી લેબમાં કરાવ્યો 'તો નેગેટીવ

પ્રતિપાલસિંહ અને દુષ્યંતસિંહે ઉધડો લેતા તંત્રએ ભૂલ સ્વીકારી

ગોંડલ,તા. ૨૯: ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ટેસ્ટિંગ કરવા જતાં લોકો પોઝિટિવ નેગેટિવ રિપોર્ટના જવાબથી વિમાસણમાં મુકાઇ જતા હોય છે ગોંડલના યુવાને સરકારી હોસ્પિટલના રિપોર્ટમાં શંકા જતા પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને સરકારી હોસ્પિટલ તંત્રે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં રહેતા પ્રતિપાલસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થતા તેમના મોટાભાઈ દુષ્યંતસિંહ જાડેજા પત્ની સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ માટે પહોંચ્યા હતા રિપોર્ટ ની લાંબી રાહ જોયા બાદ હોસ્પિટલ સ્ટાફે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેવું જણાવ્યું હતું. પરંતુ તે પહેલાની ક્ષણોમાં હોસ્પિટલ સ્ટાફ પોઝિટિવ કે નેગેટિવ આપવા માટે ગૂટરગૂ કરતો હોય દુષ્યંતસિંહ રિપોર્ટમાં શંકા જતા તુરત જ RCPTR રિપોર્ટ માટે રકઝક કરી રિપોર્ટ કરાવ્યો હતો અને રાજકોટ ખાનગી લેબમાં દોડી જઇ ત્યાં પણ RCPTR રિપોર્ટ કરાવ્યો હતો અલબત્ત્। બંને રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારે રાહત અનુભવી હતી પરંતુ ઘડીભર સરકારી હોસ્પિટલના સ્ટાફે મન ફાવે તેમ રિપોર્ટ આપવાનું નક્કી કર્યું હોય તે અંગે પ્રતિપાલસિંહ અને દુષ્યંતસિંહે સિવિલ હોસ્પિટલ સ્ટાફ ને ઉધડો લીધો હતો આખરે ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સામાન્ય શરદી તાવથી બીમાર લોકોને જો કોરોના રિપોર્ટ કરવાનું કહેવામાં આવે તો તેઓની દિલની ધડકન વધી જતી હોય છે આ સાથોસાથ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બેફિકરાઈ દાખવી કોરોના પોઝિટિવ છે તેવું કહેવામાં આવે તો દર્દીની શું પરિસ્થિતિ થતી હોય તે વિચારવા જેવું ખરું, પરંતુ આજે ગોંડલના ક્ષત્રિય બંધુઓએ સિવિલ સ્ટાફને તેની જ ભાષામાં જવાબ આપતા હવેથી આવી ભૂલ નહીં થાય તેવું સ્વીકાર્યું હતું અને દર્દીઓને રેપિડ ટેસ્ટના રિપોર્ટ બતાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

(11:37 am IST)
  • ' જનોઈની કસમ ,આ વખતે બીજેપી ને વોટ નહીં ' : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ એરપોર્ટ માટે સંપાદન કરાયેલી જમીનનું યોગ્ય વળતર ન મળ્યું : જબરદસ્તી સહીઓ લેવાઈ ગઈ : ખેડૂતોનો ઉગ્ર આક્રોશ : સમાજવાદી પાર્ટીએ ખેડૂતોના હક્ક માટે લડત આપવા તૈયારી બતાવી access_time 7:41 pm IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST