Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોટડાસાંગાણીઃ ભાડવાની વાડીમાં વીજશોક લાગતા સગાભાઇ -બહેનના મોતઃ અરેરાટી

બંને બાળકોએ લોખંડનો દરવાજો ખોલતાની સાથે જ ઢળી પડ્યા

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી, તા. ૨૯:  કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમમા વિજશોક લાગતા સગાભાઈ બહેનના મોત થતા પર પ્રાંતીય મજુરના પરીવારમા શોકની લાગણી ફેલાઈ છે.

તાલુકાના ભાડવા ગામે ધીરજલાલ કાંતીલાલ રૂપાપરાની વાડિમા ત્રણ વર્ષથી કામ કરતા દાહોદ પંથકના રાજેશભાઈ ગણાવાના બે સંતાનોને વીજશોક લાગતા તેમનુ દ્યટના સ્થળેજ મોત નીપજતા પરીવાર પર આભ ફાટી પડ્યુ છે.ભાડવાની સીમમા ધીરજલાલની વાડિમા કામ કરતા રાજેશ ગણાવા તેમના પરીવાર સાથે અહી દાહોદ પંથકથી પેટીયુ રળવા આવ્યા હતા.પરંતુ તેમને જાણે કાળે કાળમી થપાટ મારી હોઈ તે મુજબ એકિ સાથે દિકરો અને દિકરી બંને ગુમાવી દિધા છે.રાજેશભાઈ ગણાવા તેમના સાસુ રમતીબેન અને તેની પત્ની કાળીબેન અને મોટી પુત્રી સવારના સમયે વાડિમા મરચા ઉતારવા ગયા હતા.ત્યારે તેમનો દસ વર્ષીય પુત્ર અજીત અને આઠ વર્ષીય પુત્રી ક્રિશ્ના ઓરડિ પાસે રમતા હતા તે દરમિયાન ઓરડીમાં પ્રવેશવા માટે લોખંડનો દરવાજો (લાખંડની જાળી)ખોલવા જતા તેમને વિજ શોક લાગતા બંને ત્યાજ ઢળી પડ્યા હતા.પરંતુ આ અંગે કોઈને જાણ ન થતા બંને બે કલાક જેટલા સમય સુધી ત્યાજ પડી રહ્યા હતા.ત્યારબાદ બાજુની વાડિમા કામ કરવા ગયેલા બાળકોના કાકા શૈલેષભાઈ ત્યા આવતા તેમના ધ્યાને બંને બાળકો બે શુધ્ધ હાલતમા જોવા મળતા તેમના પગ નીચેથી ધરતી સરકિ ગઈ હતી.તેમને તુરંત મરચા ઉતારી રહેલા તેમના ભાઈને ભાભીને બોલાવતા દોડી આવ્યા હતા. બંને સંતાનોને મૃત હાલતમા જોતા માતા કારીબેન અને પીતા હૈયા ફાટ રૂદન સાથે રડી પડ્યા હતા.

બનાવ અંગે પોલીસને જાણ કરાતા જમાદાર અશોક ઝીબ્બા રાઈટર હરદિપસિંહ જાડેજા સહીતના બનાવ સ્થળે દોડી ગયા હતા. અને જરૂરી કાર્યવાહી કરી પરીવારજનોના નીવેદનો નોંધી બંને બાળકોના મૃતદેહો પીએમ અર્થે કોટડાસાંગાણી ખસેડવામાં આવ્યા હતા.એક સાથે બે બાળકો અને તેમા પણ એકનો એક પુત્ર ગુમાવતા પરીવાર પર જાણે આભ તુટી પડ્યુ હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે.જયારે બાળકોને વીજશોક લાખંડની જાળી ઉપરથી લેવામા આવેજ વીજ વાયર દિવાલ અને જાળી વચ્ચે દબાવવાથી ક્રેક થવાથી વીજશોક લાગ્યાનુ સામે આવ્યુ છે.ત્યારે આ મામલે જવાબદાર ઉપરથી વાયર પસાર કરનાર છે.ત્યારે વાયર અંગે વાડિ માલીકને પણ ખબર સુધ્ધા નહી હોઈ તે પ્રશ્ન અહી ઉભો થયો છે.બંને માસુમના મોત અંગે આખરે જવાબદાર કોણ તે મામલે સત્ય સામે આવવુ જરૂરી છે.ત્યારે આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(11:32 am IST)
  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST