Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સોમનાથમાં વિદ્યાર્થીઓની વાંચનભુખ સંતોષવા આશિર્વાદરૂપ કનૈયાલાલ મુન્‍શી લાયબ્રેરી

તસ્‍વીરમાં વિદ્યાર્થીઓ શાંત વાતાવરણ અભ્‍યાસ કરતા નજરે પડે છે. (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ તા. ર૯ :.. સોમનાથમાં આવેલ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ સંચાલીત કનૈયાલાલ મુન્‍શી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું ખુબ જ સારૂ સ્‍થળ આવેલ છે.

આ લાઇબ્રેરી સરકારની ગાઇડ  લાઇન મુજબ ખુબ જ સુંદર અને શાંત વાતાવરણમાં આવેલ હોવાથી વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે અભ્‍યાસ કરે છે.

આ લાઇબ્રેરીમાં હાલમાં ૪૦ વિદ્યાર્થીઓ બેસીને અભ્‍યાસ કરી શકે તેવું સુંદર વ્‍યવસ્‍થા છે અને તેની માત્ર ૧૦૦ રૂા. માસીક ટોકન ફી રાખવામાં આવેલ છે. લાઇબ્રેરીનો સમય સવારનાં ૯ થી સાંજના ૬ કલાક સુધીનો છે. જેથી પ્રભાસ પાટણ અને આજુ બાજુનાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે રોજ આવે છે.

(10:05 am IST)